મોરબી : પ્રજાપતિ સમાજના તેજસ્વી છાત્રોને વૃક્ષોના રોપા આપીને સન્માનિત કરાશે

- text


મોરબીમાં પર્યાવરણના જતન માટે પ્રજાપતિ સમાજે તેજસ્વી છાત્રોને સન્માન સમારોહમાં નવતર પહેલ કરી છે. જેમાં તેજસ્વી છાત્રોને વૃક્ષોના રોપા આપીને સન્માન કરી સમગ્ર સમાજને ક્રાંતિકારી સંદેશ આપ્યો છે. આ કાર્યક્રમમાં ગંગાસ્વરૂપ બહેનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાશે.

- text

મોરબીમાં વરીયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા આગામી તા.૨૨ જુલાઇ સાંજે ૭:૩૦ વાગ્યે સો ઓરડી વિસ્તારમાં આવેલ વરીયા મંદિર ખાતે , મોરબી, ટંકારા, માળીયા(મી) અને હળવદનાં પ્રજાપતિ સમાજના તેજસ્વી છાત્રોનું સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ વખતે લોકો વધુ વૃક્ષો વાવે તેવા હેતુસર તેજસ્વી છાત્રોને વૃક્ષોના રોપા આપીને સન્માન કરાશે. તેમજ આવેલા મહેમાનોનું પુષ્પગુચ્છની જગ્યાએ વૃક્ષોના રોપા આપીને સ્વાગત કરાશે. પ્રજાપતિ સમાજમાં નાની વયે પતિનાં અવસાન થયા બાદ ઘરના જીવન નિર્વાહની જ્વાબદારી નિભાવતી ગંગા સ્વરૂપ બહેનોને સમાજમાં મોભાદાર સ્થાન મળે તેવાં હેતુસર ગંગાસ્વરૂપ બહેનોને મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રાખીને તેમનાં હસ્તે કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય કરાશે. ઉપરાંત વાલીઓને ૫૦૦ વૃક્ષોનાં રોપાનું વિતરણ કરાશે. સાથે સાથે તેજસ્વી છાત્રોને ઉપયોગી શૈક્ષણિક કિટ અપાશે. માતૃવંદના ૨૦૧૭ના બેનર હેઠળ પ્રાજાપતિ તેજસ્વી છાત્ર સન્માન સમારોહમાં કાર્યક્રમનો શુભારંભ રાષ્ટ્રગીતથી કરાશે. ત્યારે પ્રજાપતિ સમાજનો આ નવતર સન્માન સમારોહ અન્ય સમાજ માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે.

- text