માળિયા.મી. : શૈક્ષણિક જાગૃતી માટે એસએમસીની મિટિંગ યોજાઈ

- text


માળિયા મુકામે છેલ્લા ઘણા વર્ષોથી સામાજિક જાગૃતીનુ કામ કરતી આનંદી સંસ્થા દ્વારા અગિયાર હિતરક્ષકની ઓફિસ ખાતે શાળા વ્યવસ્થાપન સમિતની એક બેઠકનુ આયોજન કરવામાં આવ્યુ હતુ

માળિયાની અલગ અલગ વાંઢ વિસ્તારની સરકારી સ્કૂલમાં બનાવવામાં આવેલ એસએમસી કમિટીની આજ રોજ આનંદી સંસ્થાના ઉપક્રમે બેઠક યોજાઇ હતી. જેમા માળિયા શહેરનુ શિક્ષણ બહુ નીચુ છે અને વધુ પ્રમાણમાં લોકો મજુરી સાથે જોડાયેલા છે જેથી બાળકો પોતાના વાલીઓ સાથે મીઠા ઉદ્યોગ કે માછીમારી માટે મોટેભાગે રણમાં જતા હોય છે અને સાક્ષરતાનુ પ્રમાણ આ કારણે નીચુ રહેતુ હોય જેવી બાબતોનુ ચિંતન કરવામાં આવ્યુ હતુ. વધુ બાળકો ભણી શકે અને સાક્ષરતાનુ સ્તર ઉચુ લાવવા પ્રયાસ હાથ ધરવા એસએમસી કમિટીની કામગીરી અને ઉપયોગીતાની જાણકારી સંસ્થાના કાર્યકર રત્નબેન તથા બીઆરસી કો.ઓડિનેટર માળિયાએ પીરસી હતી. આ કાર્યક્રમને સફળતા અપાવવા અબ્બાસભાઇ, રમેશભાઇ પરમાર, રમેશભાઇ કોશીયા તથા મેઘના જાડેજાએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text

- text