મોરબી : લોહાણા વેપારીની હત્યાના કેસમાં વધુ એક નેપાળીની ધરપકડ

- text


મોરબી પોલીસને મોટી સફળતા : લુંટ અને ખૂનની ઘટનાનાં ભેદ સાથે અસંખ્ય ગુન્હા અને ચોરીનાં ભેદ ઉકેલતી એલસીબી પોલીસ : પોલીસ પૂછપરછમાં પોપટની જેમ આરોપીઓએ ગુન્હા કબુલ્યા

મોરબીનાં શનાળા રોડ સ્વામીનારાયણ મંદિર વાળી શેરીમાં ઉમિયા હોલ પાસે નારાયણી રેસીડેન્સ બ્લોક નંબર ૪૦૧મા બનેલ લુંટ અને હત્યાની ઘટના સંદર્ભે મોરબી એલસીબી પોલીસને એક મોટી સફળતા મળી છે. આ અંગે આજે એક પ્રેસ કોન્ફરસ યોજી મોરબી ડીએસપીએ માહિતી આપી હતી.
સપ્ટેમ્બર 2016માં મોરબીનાં ચા ના લોહાણા વેપારી સુરેશભાઈ પુજારા ઉ.વ. ૬૦નાં મકાનમાં અજાણ્યા આરોપીઓએ પ્રવેશ કરી સુરેશભાઈને હાથ-પગ બાંધી ગળે ટુપો દઈ હત્યા કરી હતી. આ ઘટના મોરબી એલસીબીએ તપાસ હાથ ધરી બે આરોપી ચંદ્રબહાદુર અને મહેન્દ્રને પકડી પાડ્યા હતા. આ ગુન્હાનાં વધુ બે આરોપી રમેશ અને સુરેશ ભાગતા ફરતા હતા જેને એલસીબીની ટીમે અલગ-અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી જેમાં રમેશ બિરકિશે રાઓલ મોરબી પોલીસના હાથે બેંગ્લોરથી ઝડપાઇ ગયો હતો. આમ ખૂન અને લુંટનાં આરોપીને પકડી પાડી પૂછપરછ કરતા આરોપીએ અગાઉ બે વર્ષ પહેલા મુબઈનાં નાલાસોપારામાં ૧.૫ લાખની ચોરી કરી હોવાનું કબુલ્યું હતું. આ ઉપરાંત મુંબઈનાં જ કલ્યાણની બાગોલીરોડ ઓફીસમાં ૧૫ હજારની ચોરી અને અને દિલ્હીનાં ગાજિયાબાદમાં ૫ લાખ સહિત રાજસ્થાન, લુધિયાણા, પંજાબ, ભાવનગર, બેંગલોર, અમદાવાદ અને ભુજમાં અલગ અલગ જગ્યાઓએ વિવિધ ચોરી અને લુંટનાં ગુન્હા કબુલ્યા છે. આ સમગ્ર ઓપરેશન દરમિયાન વધુ પૂછપરચમાં પોલીસને ઘણી ઘટનાઓનાં ભેદ ખુલ્યા છે એવું ડીએસપીએ પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું.

- text

- text