મોરબી : દીકરીના જન્મદિવસ નિમિત્તે ૨૦૦ જેટલા બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ

- text


યંગ ઇન્ડિયા ગ્રુપનાં સભ્ય વિપુલ પ્રજાપતિની સુપુત્રી ચી. રીતિશાનાં જન્મદિવસની પ્રેણાદાઇ ઉજવણી

મોરબી : યંગ ઇન્ડિયા ગ્રુપનાં સભ્ય અને મોરબીના જાણીતા પત્રકાર વિપુલ પ્રજાપતિની સુપુત્રી ચી. રીતિશાનાં જન્મદિવસ નિમિત્તે આપવાનો આનંદ કાર્યક્રમ હેઠળ ૨૦૦ જેટલા જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક કીટ આપી જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.
યંગ ઇન્ડિયા ગ્રુપની પરંપરા છે કે જન્મદિવસની ઉજવણી કંઈક અલગ રીતે સામાજિક ચેતના જાગૃત કરતી અને સામાજિક નિસ્બત સંબંધી ઉજવણી કરી મનાવવા આવે. આથી આજ રોજ યંગ ઇન્ડિયા ગ્રુપના વિપુલ પ્રજાપતિની સુપુત્રી ચી. રીતિશાના પાંચમા જન્મદિવસ નિમિત્તે યંગ ઇન્ડિયા ગ્રુપની પરંપરા અનુસાર જન્મદિવસની અનોખી ઉજવણીના ભાગરૂપે “આપવાનો આનંદ” કાર્યક્રમ હેઠળ પછાત વિસ્તારના શાળાના બાળકોને શૈક્ષણિક કીટ આપવાનો કાર્યક્રમ મોરબીની સરકારી શાળામાં રાખ્યો હતો. આ પ્રસંગે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ગિબ્સન મિડલ સ્કૂલ, જિલ્લા પંચાયત પાસે, સ્ટેશન રોડ વિસ્તાર સહિતની પછાત વિસ્તારની ૨૦૦ જેટલાં બાળકોને શૈક્ષણિક કીટ આપીને જન્મદિવસની ઉજવણી કરી આપવાનો આનંદ મેળવી ચેતન્ય સમા ઈશ્વર એવા બાળદેવતાઓને રાજી કરી વિપુલભાઈની પુત્રી ચિ.રીતિશા માટે આશીર્વાદ મેળવી ધન્યતા પ્રાપ્ત કરી હતી. કીટ વિતરણ કાર્યક્રમ દરમિયાન યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેન રબારી, દિલીપ બરાસરા, દીપસિંહ ગઢવી, ચેતન ચારોલા સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text