નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં આત્મવિલોપનની ચીમકી આપનાર મોરબીના પાસના પાંચ આગેવાનો નજર કેદ

- text


રાજકોટમાં મોદીના રોડ શો દરમ્યાન કરવાના હતા આત્મવિલોપન : અનામત મુદ્દે ઉચ્ચારી હતી આત્મવિલોપનની ચિમકી

મોરબી જીલ્લા પાસની ટીમ દ્વારા બે દિવસ પેહલા જીલ્લા કલેકટરને આવેદન પાઠવીને જણાવ્યું છે કે બે વર્ષથી પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા અનામતની માંગણી કરી રહ્યા છે છતાં આ મામલે કોઈ સંતોષકારક ઉકેલ લાવવામાં આવ્યો નથી. જેથી તા. ૨૯ ના રોજ દેશના પીએમ નરેન્દ્ર મોદી જયારે રાજકોટના પ્રવાસે છે અને પીએમ મોદીના રાજકોટમાં રોડ શો કરવાના છે જે સમય દરમિયાન પાસની ટીમના મનોજ કાલરીયા, જયેશભાઈ દલસાણીયા, જીતુભાઈ સાદરીયા અને રાજુભાઈ ડોડીયા સહિતની પાસની ટીમ આત્મવિલોપન કરશે. મોરબી પાસના આગેવાનો દ્વારા મોદીના કાર્યક્રમ દરમિયાન આત્મવિલોપનની ચીમકીથી તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. જોકે આત્મવિલોપનની ચીમકી આપનાર પાસની ટીમને પોલીસ તંત્ર દ્વારા મોદીના કાર્યક્રમ પેહલા જ અટક કરી લેવામાં આવ્યા હતા જેમાં મનોજ કાલરીયા, જીતુ સાદરીયા, જયેશ દલસાણિયા, સંજય અલગારી તથા રાજુભાઇ કોઠીયાને નજર કેદ કર્યા હતા. આ અંગે મોરબી એ ડિવિઝનના પીઆઇ ઓડેદરાએ જણાવ્યું હતું કે રાજકોટમાં નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ પુરો થયા બાદ મોરબી જીલ્લા પાસના આગેવાનોને મુક્ત કરવામાં આવશે.

- text

- text