મોરબી : મજુરી વિના રોડ રસ્તા ખોદી કેબલ વાયર નાંખતી ટેલિકોમ કંપની સામે પગલા લેવા માંગણી

- text


મોરબીમાં રોડરસ્તા ખોદવાની મંજુરી લીધા વિના ખોટી રીતે કેબલ વાયર નાખનાર સામે પગલા લેવા માટે યુવા કોંગ્રેસ સમિતિનાં સુખાભાઈ કુંભરવાડીયાએ મોરબી જિલ્લા કલેકટર અને ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી જણાવ્યું છે કે, મોરબી નગરપાલિકામાં આવતા રોડરસ્તા પર હાલમાં એરટેલ, વોડાફોન, રીલએન્સ જેવી ટેલીફોન કંપનીનાં અન્ડરગ્રાઉન્ડ વાયરો નાખવા માટે ખોદાણનું કામ ચાલી રહ્યું છે. આ ખોદાણ કામ તે જગ્યા પર થઈ રહ્યું છે જ્યાં અગાઉ પેવર રોડનું કામ થયુ છે. અને હાલ પેવર હટાવી ફરીથી રસ્તાનું ખોદકામ થઈ રહ્યું છે. જેથી પ્રજાની કમાઈએ બનેલા રસ્તા ફરીથી બનાવવા પડશે. એકવાર રોડ બની ગયા પછી ફરી ખાનગી કંપની રસ્તા ખોદે તો તે રોડ બનાવવાનો ખર્ચ કંપની પાસેથી વસૂલવામાં આવે છે કે નગરપાલિકા મારફતે પ્રજાનાં ખર્ચે બનાવવામાં આવે છે? વળી કેબલ વાયર નાખવા માટે રસ્તા પરનાં પેવર પણ કાઢી આડેધડ નાખી દેવામાં આવ્યા છે. જેથી અકસ્માત થવાનો સંભવ છે. આ અગે વારંવાર રજૂઆત કરવા આજ સુધી કોઈ પગલા લેવામાં આવ્યા નથી. ત્યારે પ્રજા હિતને ધ્યાયે લઈ આ દિશામાં તપાસ કરવી યોગ્ય રહેશે. એવું સુખાભાઈ કુંભરવાડીયાએ જણાવ્યું છે.

- text

- text