મોરબી જિલ્લામાં ૧૦૦ તલાટી મંત્રીની ભરતી માટે માર્ગ મોકળો

- text


તલાટી મંત્રીની પરીક્ષા પર સ્ટે લેનાર ઉમેદવારે કેસ પાછો ખેંચતા ટૂંકસમયમાં તલાટી મંત્રીઓની નિમણુક થવાના ઉજળા સંકેતો

મોરબી જિલ્લામાં તલાટી મંત્રીની પરીક્ષા અંગે અગાઉ એક ઉમેદવારે કેસ કરીને સ્ટે મેળવ્યો હતો. જેનાં કારણે ૧૦૦ જેટલા તલાટી મંત્રીની ભરતી અટકી ગઈ હતી. હવે કેસ કરનાર ઉમેદવારે કેસ પાછો ખેંચી લેતા ૧૦૦ જેટલા તલાટી મંત્રીની ભરતી પ્રક્રિયા હાથ ધરાશે.
મોરબી જિલ્લામાં એપ્રિલ મહિનામાં તલાટી મંત્રીની પરીક્ષા યોજાઈ હતી. જેમાં ૧૦૦ જેટલા તલાટી મંત્રીની નિમણુક થવાની હતી. પરંતુ મોરબીમાં ઉમેદવારી નોંધાવનાર ભાવનગરનાં શશીકાંત જોશી નામનાં ઉમેદવારે પ્રશ્નપત્ર બાબતે તલાટી પરીક્ષા પર સ્ટે મેળવી લેતા પ્રવેશ પ્રક્રિયા અટકી ગઈ હતી. હવે આ ઉમેદવારે કેસ પાછો ખેંચી લેતા તલાટી મંત્રીની નિમણુક ૧૫-૨૦ દિવસમાં થશે. મોરબી તાલુકામાં ૨૮૫ તલાટી મંત્રીનું મહેકમ છે. જેની સામે માત્ર ૧૬૬ જગ્યા જ ભરાયેલી છે અને ૧૧૯ જગ્યા ખાલી છે. આથી હવે તલાટી મંત્રીની નિમણુક ટૂંકસમયમાં કરી દેવામાં આવશે એવા સંજોગો છે.

- text

- text