વાંકાનેર ક્રાઈમ અપડેટ

- text


એટ્રોસીટી – વાંકાનેર
વાંકાનેર : રાત્રીના દોઢેક વાગ્યા આસપાસ વાંકાનેરથી ૨૫ કિમી દૂર રાજકોટ અમદાવાદ નેશનલ હાઇવે રોડ બીસ્મીલ્લાહ હોટલ પાસે મેસરીયા પ્રકાશભાઇ વાલાભાઇ બેડવા જાતે અનુ.જાતિ ઉ.વ. ૨૪ને (રહે. મેસરીયા) તાસીરભાઇ ઉર્ફે તાહીરભાઇ આમદુભાઇ, રતનશીભાઇ દરબાર તથા આમદભાઇ ગઢવાળાના બે છોકરા રહે. મેસરીયાએ હોટલમાં જમવા જતા જમવાનું આપવાની ના પાડી બોલાચાલી કરી ફરીને લાકડી વતી માથામાં તથા વાંસામાં માર મારી ઇજા કરી હતી. આ ઉપરાંત પ્રકાશભાઈને પકડીને ઢીકાપાટુનો મુંઢમાર મારી ઢેઢા કહી જ્ઞાતી પ્રત્યે અપમાનિત કરી તથા સાહેદ નવધણભાઇ ખીમાભાઇ કોળીને માર મારવાના ગુન્હામાં જિલ્લા મેજી.સા.મોરબીના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કર્યા બાબતે શ્રી નાયબ પોલીસ અધિક્ષક સાહેબ એસ.સી.એસ.ટી.સેલ મોરબી જિલ્લાએ એટ્રોસીટીની ફરિયાદ નોંધી છે.

- text

અપહરણ – વાંકાનેર
વાંકાનેર : વાંકાનેર શહેરથી૨૭ કિમી દૂર સાંજના પાંચ વાગ્યાના સમયે કોટડા નાયાણી ગામે બટુકભાઇ ભનુ ભાઇ સોલંકી જાતે દેવીપુજક ઉ.વ. ૨૩ની (રહે. કોટડા નાયાણી) બહેન ઉંમર આશરે ૧૬ વર્ષને કોઇ અજાણ્યો માણસ લલચાવી ફોસલાવી અપહરણ કરી લઇ જતા ગુન્હો કર્યા બાબત શ્રી એમ.ડી. ચંદ્રાવાડીયા સા. ઇ.ચા સર્કલ પો.ઇન્સ વાંકાનેરએ અપહરણની ફરિયાદ નોંધી લાપતાને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે.

- text