મોરબી : સિરામિક ફેકટરીમાં વિજશોક લાગતા યુવકનું મોત

- text


મોરબી : નવા જાંબુડિયા પાસે આવેલી સિરામિક ફેકટરીમાં કામ કરી રહેલા પરપ્રાંતીય કામદાર યુવકને વીજ શોક લગતા યુવકનું મોત નીપજ્યું હતું. પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

નવા જાંબુડિયા પાસે આવેલી કેલ્વિન સિરામિક ફેકટરીમાં કામ કરતા મૂળ ઓરિસાના વતની રૉબિનશીંગ ભુદિયાશીંગ (ઉ.30) ગત રાત્રે કામ કરી રહ્યો હતો ત્યારે અચાનક વીજ શોક લાગ્તા તેને ગંભીર હાલતમાં મોરબીની સરકારી હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો. જ્યાંથી તેને વધુ સારવાર અર્થે રાજકોટ રીફર કરવામાં આવ્યો હતો.પરંતુ યુવક રાજકોટ પોહ્ચે તે પેહલા જ તેનું મૃત્યુ નીપજ્યું હતું. મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text