મોરબી નજીક કારે બાઈકને હડફેટે લેતા એકને ઈજા

- text


મોરબી : મોરબી નજીક ખાખરાળાં – બરવાળા રોડ પર મોરબીના સામાકાંઠે સો ઓરડી શેરી નં 2 માં રહેતા લાલજીભાઈ મકવાણા (ઉ. 36) ગત રાત્રે કામ અર્થે જય રહ્યા હતા. તે દરમિયાન પુરપાટ ઝડપે આવતી મારુતિ સીફ્ટ નં GJ 03 JC 3639 ચાલકે ખાખરાળાં બરવાળા રોડ વચ્ચે લાલજીભાઈના બાઈકને ઠોકર મારતા લાલજીભાઈને હાથ પગમાં ઇજા થતા સારવાર અર્થે મોરબી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. અકસ્માતની ફરિયાદ મોરબી તાલુકા પોલીસે નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text