માળીયા નજીક દરિયાનાં ખારા પાણીને પીવાલાયક બનાવવા ૬૦૦ કરોડનાં ખર્ચે પ્લાન્ટ સ્થાપશે

- text


માળીયા મિયાણા પાસે ડી-સેલીનેશન પ્લાન્ટ સ્થાપીને દરિયાનાં ખારા પાણીને પીવાલાયક પાણીમાં રૂપાંતરિત કરવાનો પ્રયાસ ગુજરાતમાં હાથ ધરાશે

મોરબી : સમગ્ર મોરબી જિલ્લા માટે એક ખુશીનાં સમાચાર છે. સરકાર દ્વારા માળીયા નજીક ૬૦૦ કરોડનાં ખર્ચે ડી-સેલીનેશન પ્લાન્ટ સ્થાપીને દરિયાનાં ખારા પાણીને પીવાલાયક પાણીમાં રૂપાંતરિત કરવાનો પ્રયાસ ગુજરાતમાં હાથ ધરાશે. આથી માળીયા.મી. સહિત સમગ્ર મોરબી જિલ્લાનાં મીઠાં પાણીની સમસ્યાનો ઉકેલ આવશે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જાહેર કર્યુ છે કે, માળિયા નજીક રૂ. ૬૦૦ કરોડના ખર્ચે ડી-સેલીનેશન પ્લાન્ટ સ્થાપીને દરિયાના ખારા પાણીને પીવાલાયક પાણીમાં રૂપાંતરિત કરવાનો પ્રયોગ ગુજરાતમાં હાથ ધરાશે. તેમણે ઉમેર્યુ કે ૧૦ કરોડ લીટરની ક્ષમતાના પ્લાન્ટનો પ્રયોગ સફળ થશે તો સૌરાષ્ટ્રને વિશેષ ફાયદો થશે.આરબ દેશોમાં આ પ્લાન્ટ ખુબ સફળ થયા છે. ગુજરાતની આ પહેલ પણ રંગ લાવશે તેવી આશા મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી.તેમણે રાજકોટના જેતપૂર ખાતે રૂ. પ૯૭ કરોડના ખર્ચે આકાર પામેલી નાવડા-ઉપલેટા બલ્ક પાઇપલાઇનનું લોકાર્પણ કરતાં આ જાહેરાત કરી હતી. હાલમાં સરકાર દ્વારા ફક્ત દરિયાનાં ખારા પાણીને મીઠું બનવવા પ્રયોગ હાથ ધરાશે એવું જણાવવામાં આવી રહ્યું છે. ભવિષ્યમાં આ પ્રયોગ કેટલો સફળ અને કારગર સાબિત થશે એ તો સમય જ નક્કી કરશે. પરંતુ જો સરકાર ખારા પાણીને મીઠું પાણી બનાવવામાં સફળ રહી તો નક્કી આ એક ઐતિહાસિક પગલું ગણાય. લાખો પરિવારનાં પીવાનાનાં પાણીની સમસ્યાની કાયમ ઉકેલ ચોક્કસ આવશે. જો કે સ્વાસ્થ માટે દરિયાનું ખારું પાણી મીઠું બન્યા બાદ કેટલું ફાયદાકારક રહેશે એ સૌથી મોટો યક્ષપ્રશ્ન છે.

- text

- text