મોરબી : ⁠ડી.ડી.ઓ. ખટાણા સાહેબ સાથે પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ-સભ્યોની શુભેચ્છા મુલાકાત

- text


જી.પી.એફ. ખાતા નંબરની પ્રકિયામાં થતા વિલંબને દૂર કરવાની ખાતરી આપતા ડી.ડી.ઓ.

⁠⁠⁠
મોરબી : આજ રોજ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ મણિલાલ સરડવા  અને તેમની ટીમના સભ્યો હર્ષદ મારવણીયા, શૈલેષ ઝાલરીયા અને નીતિન રંગપડીયા એ જિલ્લા પંચાયતનાં ડી.ડી.ઓ. ખટાણા સાહેબની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ શુભેચ્છા મુલાકાત દરમિયાન ડી.ડી.ઓ ખટાણા સાહેબને જી.પી.એફ. ખાતા નંબરની પ્રકિયા તાત્કાલિક થાય તેવી રજૂઆત શિક્ષક સંઘનાં પ્રમુખ વતી કરવામાં આવી હતી. જે અંગે ખટાણા સાહેબે જી.પી.એફ. ખાતા નંબરની પ્રકિયા દરમિયાન થતી વિલંબની સમસ્યાને દૂર કરવા ખાતરી આપી હતી.

- text