માળીયા (મીં ) પાસે અક્સમાતમાં આધેડનું મોત

માળિયા મિયાણા : મચ્છુ નદીના પુલ પાસે રવિવારની રાત્રીના રોડ પર બંધ હાલતમાં રહેલા ડમ્પર પાછળ બાઈક અથડાવાથી માળીયા મિયાણાના આધેડને ગંભીર ઇજા થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. રાત્રીના અંધારાના કારણે આ અકસ્માત સર્જાયો હતો. માળીયા મિયાણાના બાબાભાઈ કાટિયા ( ઉ.વ.૫૦ ) પોતનું મોટર સાયકલ લઇ ને જય રહ્યા હતા ત્યારે અંધારામાં આગળ રોડ પર ઉભેલા ડમ્પર ન દેખતા પાછળ ની સાઈડમાં મોટર સાયકલ સાથે અથડાતા તેમને માથાના ભાગે ગભીર ઈજા થવાથી તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવમાં પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.