ટંકારા : ગઝડી, ટોળ અને અમરાપર ગામોમાં પાણીની કારમી તંગી

- text


સૌની યોજના હેઠળ ૨૪ કલાક પાણીની સુવિધા તો દૂર ટંકારા તાલુકામાં મહિને-અઠવાડિયે પણ પાણી આવતું નથી

મોરબી : જિલ્લા કોંગ્રસ પાર્ટીનાં જાગૃત કાર્યાલય મંત્રી કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્ય સચિવ શ્રી – ગુજરાત રાજ્યને ટંકારા તાલુકાનાં ગામોમાં પીવાના પાણીની સમસ્યા દૂર કરવા બાબત અરજી કરી જણાવ્યું હતું કે, સરકાર દ્વારા હાલમાં ટંકારા તાલુકાને ખૂબ જ અન્યાય થઇ રહ્યો છે. તેમાં એક વધારો એટલે કે મોરબી જિલ્લાના ટંકારા તાલુકાનાં ગામોમાં હાલમાં પીવાના પાણીની મોટા પાયે સમસ્યાઓ સર્જાય છે. આમાં કોઈકોઈ ગામમાં મહિને એક વાર તો કોઈ ગામમાં પંદર દિવસે એકવાર તો કોઈ ગામમાં અઠવાડિયે એકવાર તો કોઈ ગામમાં ત્રણ દિવસે એકવાર એ રીતે કોઈ ગામમાં તો બીલકુલ પાણી જ ન આવે તેવી પરિસ્થિતિ અત્યારે પ્રવર્તે છે. આમ, ગામ લોકો ટેન્કરના સહારે માંડમાંડ જીવે છે.
વર્તમાનમાં સરકાર દ્વારા સૌની યોજનાને અમલમાં મુકીને સૌરાષ્ટ્રના દરેક ખેડૂતના ખેતર સુધી પાણી પહોચાડવામાં આવશે અને સૌરાષ્ટ્રમાં સોનું પાકશે તેવી જાહેરાત કરેલી છે તેવું લોકો કહી રહ્યા છે. પરંતુ આ જાહેરાત કેટલી ભ્રામક છે.તે ટંકારાના ગામોની પરિસ્થિતિ જોતા ચોક્કસ જણાય આવે છે. જો પીવાનું પાણી જ ના મળતું હોય તો સૌરાષ્ટ્રના દરેક ખેતરને પાણી કેવી રીતે પહોચી શકે તેવું લોકો કહી રહ્યા છે.
થોડા ગામો ની સ્થિતિ નીચે મુજબ છે.
(૧) ટંકારા તાલુકા નું ગઝ્ડી ગામ કે ત્યાં ટેન્કર દ્વારા પાણી આપવામાં આવે છે. પરંતુ ગામની વસ્તીના પ્રમાણમાં ગામ લોકોના કહેવા મુજબ એકાંતરા એક ટેન્કર પાણી આપવામાં આવે છે. જે દરરોજના ચાર ટેન્કરની જરૂરીયાતની સામે આપવામાં આવે છે. આ અપૂરતું પાણી મળવાના કારણે ગામ લોકો પરેશાન થાય છે. વળી આ ટેન્કરનું પાણી પણ ગામમાં આવેલ એક કુવામાં નાખવામાં આવે છે. કુવામાંથી મહિલાઓ દ્વારા સીંચીને પાણી બહાર કાઢવામાં આવે છે. તેમાં પણ કુવાની ગરગડીઓ પણ ખરાબ થઈ ગઈ છે. કુવાની પાસે ખુબ જ ગંદકી પણ રહેલી છે. મહિલાઓને કપડા પણ અહી જ ધોવા પડે છે. તેનું ખરાબ પાણી પણ કુવાની બાજુમાંજ ભેગું થાય છે. જે ખરાબ પાણી કુવામાં પણ જાય છે. જેના કારણે ભવિષ્યમાં રોગચાળો પણ ફાટી નીકળવાની પુરેપુરી શક્યતાઓ રહેલી છે. આ ઉપરાંત ગામમાં એક હેન્ડ પંમ્પ પણ આવેલો છે, જેનું પાણી પીવા લાયક નથી. પરંતુ વાપરવામાં કામ આવતો હોવાથી ત્યાં લાંબી લાઈનો લાગે છે. આ પરિસ્થિતિથી કંટાળીને ઘણા ગામ લોકોને અન્ય જગ્યાએથી બાઈક કે બળદ ગાડામાં પાણી લાવવાની ફરજ પડે છે. આવી પરિસ્થિતિ ગઝડી ગામની છે.
(૨) આવુ જ બીજું ગામ છે. ટંકારા તાલુકાનું ટોળ ગામ કે જ્યાં પીવાનું પાણી દરરરોજ એક ટેન્કર એકવાર આવે છે તેવું લોકોનું કહેવું છે. આ ગામમાં ૨૫૦૦ લોકોની વસ્તી આવેલી છે. આ ઉપરાંત ૨૦૦૦ જેટલા નાનામોટા પશુઓ પણ છે. આ ગામમાં ત્રણ દુધની ડેરી આવેલી છે. આ ગામમાં એક પાણીનો બોર પણ આવેલ છે. પરંતુ આ બોરનું પાણી પીવાલાયક નથી કે વાપરવા લાયક પણ નથી છતાં પણ ગામ લોકો નાછૂટકે આ પાણી પોતાના પશુઓને પીવડાવે છે. જે ખરાબ પાણીની અસર પશુઓ ઉપર પણ થાય છે. આ સમસ્યાથી પરેશાન ગામ લોકોને નાછૂટકે વેચાતા પાણીના ટેન્કર મંગાવે છે. જેને કારણે મોટો આર્થિક માર સહન કરવો પડે છે. આમ આ ગામ ના લોકો પરેશાન થાય છે.
(૩) આવુજ ત્રીજું ગામ છે. ટંકારા તાલુકાનું અમરાપર ગામ કે જ્યાં પીવાનું પાણી બિલકુલ આવતુ જ નથી તેવું ગામ લોકોનું કહેવું છે. જે ટેન્કર આવે છે તે પણ અનિયમિત આવે છે. આ પરસ્થિતિથી કંટાળીને આ ગામના લોકોએ હવે પોતાના ઘરમાં મોટા અંડરગ્રાઉન્ડ ટાંકાઓ બનાવીને પ્રાઇવેટ ટેન્કરવાળા પાસેથી વેચાતું પાણી લઈને પોતાના ટાંકામાં સ્ટોર કરી તે પાણી વાપરે છે. આ ગામના લોકોએ ઉપરનાં તંત્ર સુધી બહુંબધી રજુઆતો કરેલ છે. પરંતુ તંત્ર ના બહેરા કાન સુધી આ અવાજ પહોચતો જ નથી. તેનો કોઈ ઉકેલ પણ આવેલ નથી. જેથી ગામ લોકો એ હવે સરકાર કઈ કરશે નહિ તેવું માની સરકારની આશા છોડી દીધી છે. તેવું ગામ લોકોનું કહેવું છે. આ દરેક ઘ ને રૂ.૬૦ થી ૯૦ હજાર સુધી નો ખર્ચ પણ થાય છે. અને લોકો પરેશાન છે.
તો આ બાબતે સરકાર અંગત ધ્યાન આપીને ટંકારા તાલુકાને થતો અન્યાય દુર કરી લોકોની જીવનજરૂરી પાયાની જરૂરીયાતની વસ્તુ એવી પાણીની સુવિધા લોકોને સરકાર તરફથી સારી રીતે મળી રહે તેવી માંગણી અને લાગણી કાન્તિલાલ ડી. બાવરવાએ રજૂ કરી છે.

 

- text