મોરબી-હળવદ રોડ પર આડેધડ ડાયવર્ઝનથી અક્સમાતનો ભય

- text


 

ગંભીર અકસ્માત સર્જાય તે પહેલાં વાહનચાલકોને થતી અગવડ અંગે પગલાં લેવાં માંગણી

મોરબી : મોરબી-હળવદ રોડ કામ ચાલુ હોવાના કારણે આખા રસ્તે આડેધડ ડાયવર્ઝન ખડકી દેવામાં આવતા રાહદારીઓને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કાંકરી અને પથ્થરનાં બનાવેલા ડાયવર્ઝનનો કોઈ વિકલ્પ કાઢી તાત્કાલિક ગંભીર સમસ્યા સર્જાય તે પહેલાં આ અંગે નક્કર પગલાં લેવાની માંગણી લોકોએ ઉઠાવી છે.
મોરબીનાં સામાજિક કાર્યકર પી.પી. જોશીએ લેખિતમાં જણાવ્યું હતું કે, મોરબી-હળવદ રોડ ઘણાં સમયથી બિસ્માર હતો. આ રોડ અતિશય ખરાબ હોવાથી લોકોને અસહ્ય હાલાકી ભોગવી પડતી હતી. ત્યારે આ રોડનું સમારકામ ચાલુ થતા લોકો માટે ખુશીની વાત છે. પરંતુ મોરબી-હળવદ વચ્ચેનો આ મુખ્ય માર્ગ હોવાથી નવા રસ્તાની કામગીરી દરમિયાન ખડકી દેવાયેલા ડાયવર્ઝનો વાહનચાલકો માટે સમસ્યા બની રહ્યા છે. ઉપરાંત ડાયવર્ઝન હોવાની સુચના કે સંકેતવાળા લાલ બોર્ડ ન મુકાતા કેટલાંક વાહનો ડાઈવર્ઝન પાસે પહુંચી સ્લીપ થઈ પડી પણ રહ્યા છે. આ કારણે ભવિષ્યમાં મોટા અકસ્માત થવાની સંભાવના પણ વધી જતી હોવાથી પી.પી. જોશીએ મોરબી-હળવદ રોડ પર ડાયવર્ઝનનો ત્રાસ દૂર કરી ગંભીર અકસ્માત સર્જાય તે પહેલાં લોકોને થતી અગવડ અંગે પગલાં લેવાં માંગણી કરી છે.

- text

- text