કોલગેસનો કદડો જાહેરમાં ફેંકનારને ખુદ સિરામિક એસોશિએશન કરશે દંડ ! જાણો કેટલો દંડ ભરવો પડશે ?

- text


પ્રદુષણ કરનારે બે લાખથી પાંચ લાખનો દંડ ભરવો પડશે

- text

મોરબી : મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા કોલગેસ પ્લાન્ટમાંથી નીકળતા ઝેરી પ્રદુષિત કદડાને અમુક સિરામિક યુનિટો નિયમાનુસાર તેનો નિકાલ કરવા ના બદલે કોલગેસ નો કદડો જાહેરમાં આરોગ્ય જોખમય તે રીતે કરતા હોવાનું ઘણી વખત પ્રકાશમાં આવ્યું છે. ત્યારે આવા યુનિટો સામે હવે ખુદ સિરામિક અશો. દ્વારા કડક પગલાં લેવાનું નક્કી કરાયું છે. અને આ માટે અશો. દ્વારા એક પ્રદુષણ નિયંત્રણ કમિટી બનાવામાં આવી છે. જે હવે થી જે યુનિટ જાહેરમાં કોલગેસનો વેસ્ટ ફેંકશે તેને રૂ. 2 થી 5 લાખનો દંડ વાસુલ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
મોરબીના સિરામિક એશો.ની પ્રદુષણ નિયંત્રણ કમિટીના મેમ્‍બર કે.જી.કુંડારિયા, નીલેશભાઈ જેતપરિયા, પ્રફુલભાઈ દેત્રોજા, શિરીષભાઈ ઠોરીયા, અરવિંદભાઈ પટેલ, ગીરીશભાઈ લોરિયા, પરેશભાઈ ઘોડાસરા અને સતીશ પટેલ સહિતના સભ્‍યોની એક બેઠક તાજેતરમાં યોજવામાં આવી હતી. જેમાં કોલગેસથી ફેલાતા પ્રદુષણને રોકવા માટે ચર્ચા કરવામાં આવ્‍યા બાદ સર્વાનુમતે નિર્ણયો કરવામાં આવ્‍યા હતા. આ નિર્ણયો અંગે સિરામિક અશો. ના પ્રમુખ નિલેશ જેતપરીયાએ જણાવ્યું હતું કે હવે થી કોલગેસનો વેસ્‍ટ જમીનમાં ઉતારવો કે જાહેરમાં નિકાલ કરનાર સિરામિક એકમને દંડ ફટકારવામાં આવશે જેમાં પ્રથમ વખત ૨ લાખ દંડ અને ક્‍લોઝર નોટીસ માટે gpcb ને ભલામણ, બીજી વખત ૫ લાખ દંડ અને ત્રીજી વખત ૫ લાખના દંડ ઉપરાંત ૩ મહિના એકમ બંધ રહે તેવી ભલામણ પ્રદુષણ બોર્ડને સિરામિક એશો. કરશે. એટલું જ નહિ પરંતુ સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ પ્રદુષણ ફેલાવનાર એકમ સામે સિરામિક એશો. ખુદ ફરિયાદી બનીને ફરિયાદ કરશે. પ્રદુષણ કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણયને સિરામિક એશો.ની જનરલ મીટીંગમાં એજન્‍ડામાં મુકવામાં આવશે અને ત્‍યારબાદ તેનો ત્‍વરિત અમલ શરૂ કરી દેવાશે તેવું નિલેશ જેતપરીયાએ morbiupdate.com સાથે ની વાતચીતમાં જણાવ્યું હતું. તેઓ એ વધુ માં જણાવ્યું હતું કે સિરામિક અશોસિએશન પ્રદુષણ રોકવા માટે કટિબદ્ધ છે. આગામી દિવસોમાં આ માટે એક હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવશે. જેના પર આવા પ્રદુષણ ફેલાવતી સિરામિક કંપનીની માહિતી આપી શકાશે. અને માહિતી આપનારનું નામ ગુપ્ત રાખી તેને યોગ્ય ઇનામ પણ આપવામાં આવશે

- text