નારણકા ગામે મચ્છુ નદીમાં ડુબી ગયેલ યુવાનનો મૃતદેહ મળ્યો

મોરબી : મોરબીના નારણકા ગામે ૮થી ૧૦ મજૂર યુવાનો નદીમાં ન્હાવા ગયેલ હતા. જેમાં મનસુખભાઈ કાનજીભાઈ મોરડીયાના ખેતરમાં મજુરીકામ કરતા રમેશભાઈનો પુત્ર અમિત પાણીના વહેણમાં ગરકાવ થતા ડુબી જવાની ઘટના બની હતી. આ બાબતે નારણકા ગ્રામજનોને જાણ થતાં તાત્કાલિક તાલુકા પોલીસ તથા ફાયરબ્રિગેડની ટીમનો સંર્પક કરાયો હતો. અને બપોરના અરશામાં ડુબી ગયેલ યુવાનનો ફાયર બ્રિગેડની ટીમની મહેનત બાદ પણ સાંજ સુધી કોઈ પત્તો લાગ્યો ન હતો.

જો કે આજે સવારે પણ 2 ટીમ બહારથી બોલાવી, મચ્છુ ડેમના પાટીયા બંધ કરાવી પાણીના વહેણને રોકી યુવાનની શોધખોળ આદરવાની તજવીજ હાથ ધરવાના હતા. પરંતુ આજે વહેલી સવારે નદીના વચ્ચેટ ભાગના પથ્થર પર યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. અને ગ્રામજનો તથા મજુર યુવાનોએ મળી મૃતદેહ નદી બહાર કાઢીને પીએમ માટે સિવિલ હોસ્પીટલ મોરબી મોકલી દેવામાં આવ્યો હતો.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate