16 દિવસમાં 27 કોરોનાગ્રસ્ત મૃતદેહના અંતિમ સંસ્કાર થયા, પણ આરોગ્ય વિભાગમાં એકપણની નોંધ નહીં

- text


છેલ્લા 22 દિવસમાં કોરોનાથી એકપણ મોત ન થયાનો તંત્રનો દાવો પોકળ, 27 કોરોના દર્દીના મોતના આંકડાને આરોગ્ય વિભાગે ચોપડે ન ચડાવતા ભારે અસમંજભરી સ્થિતિ

મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ કોરોનાના આંકડાની માયાજાળમાં એટલી હદે ગુંચવાયું છે કે, ખુદે રજૂ કરેલા આંકડાનો ક્યાંય મેળ ખાતો નથી. જેમાં આરોગ્ય વિભાગે સરકારની નવી ગાઈડ લાઈનના નામે હવે ફક્ત આંકડાકીય વિગતો જ જાહેર કરે છે અને એ પણ ભૂલ ભરેલી હોય છે. જોકે અગાઉ આરોગ્ય વિભાગે જ કુલ કોરોનોનો મૃત્યુઆંક 48 દર્શાવ્યા હતા. હવે અનાચક ઘટાડીને સીધા 16 નો જ કુલ મૃત્યુઆંક દર્શાવી દીધો છે. અને છેલ્લા 22 દિવસમાં કોરોનાથી એકપણ મોત ન થયાનો દાવો કર્યો છે. પણ મોરબી ફાયર બીગ્રેડ કરેલા અંતિમ સંસ્કાર મુજબ તારીખ 1 સપ્ટેમ્બર થી 16 સપ્ટેમ્બર સુધીમાં 27 કોરોનાગ્રસ્ત દર્દીના મોત થયા બાદ તેમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા છે. જોકે આરોગ્ય વિભાગ દ્વારા આ એક પણ મોતને ચોપડે જ ન ચડાવતા ભારે અસમંજભરી સ્થિતિ સર્જાઈ છે.

- text

મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ગત તા.24 ઓગસ્ટથી સરકારની નવી ગાઈડ લાઈન પ્રમાણે કોરોનાની જે આંકડાકીય વિગતો રજૂ કરે છે તેમાં ભલભલા ગોથાં ખાઈ જાય છે. જેમાં અગાઉ જિલ્લાનો કુલ મૃતાંક 48 દર્શાવ્યો હતો.એમાં આરોગ્ય વિભાગે ધટાડો કરીને હવે જિલ્લાના કુલ મૃતાંક 16 જ કરી નાખ્યો છે અને બાકીનાના મોત કોરોનાથી ન થયા હોવાનું જાહેર કર્યું હતું. જ્યારે ગત તા.24 ઓગસ્ટ પછી આરોગ્ય વિભાગે કોરોનાથી એકપણ મોત ન થયું હોવાનું દશાવ્યું છે. પણ ચાલુ મહિનાના 16 દિવસમાં 27 જેટલા કોરોના ગ્રસ્તના મોત થયા છે. પણ આરોગ્ય વિભાગે આ મોતના આંકડાને ચોપડે જ દર્શાવ્યા નથી.આથી આ 27 ના મોત ખરેખર કોરોનાથી થયા છે કેમ ? તે અંગે લોકોમાં ભારે અંસમજભરી પરિસ્થિતિ સર્જાઈ છે.

છેલ્લા અઠવાડિયામાં કોરોનાના મોતનો આંકડો વધી ગયો છે. આથી આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 22 દિવસમાં એકપણ મોત ન થયાનો દાવો કરે છે. એની સામે ફાયર વિભાગે કરેલી અંતિમવિધિના આંકડા આરોગ્ય વિભાગની પોલ ખોલી રહ્યા છે. તેથી આ 27ના કોરોના પોઝિટિવ રિપોર્ટ પણ આવ્યો હતો અને એ સારવારમાં હોસ્પિટલમાં હતા. એ દરમિયાન 27ના મોત થયાનું ફાયર વિભાગના આંકડા ખુદ ગવાહી આપી રહ્યા છે. પણ આરોગ્ય વિભાગે એની નોંધ ન લેતા આ 27 ના ખરેખર કોરોનાથી જ મોત થયા છે કે કેમ તે અંગે લોકોમાં જબરી દ્વિધા સર્જાઈ છે. જોકે આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ કોરોના દર્દીનું મોત ડેથ રિપોર્ટ કમિટીના રિપોર્ટ આવ્યા બાદ જ જાહેર કરવાની ગાઈડલાઈન છે. આમ સારવાર દરમિયાન કોરોના દર્દીનું મોત થાય તો પણ જ્યાં સુંધી ડેથ કમિટી દર્દીનું મોત કોરોનાથી જ થયું છે એવું જાહેર કરે પછી જ આરોગ્ય વિભાગ મૃત્યુના આંકડા જાહેર કરી શકે છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..

મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text