નવલખી પોર્ટ તંત્રની બેદરકારીના કારણે પોર્ટ પર રોજ ટ્રકો પલ્ટી મારી જાય છે

ગારા-કિચડના સામ્રાજ્ય વચ્ચે સરેરાશ રોજ એક ટ્રક પલટી જતા થઈ રહેલું વ્યાપક નુકશાન

મોરબી : નવલખી પોર્ટ સરકારને કરોડો રૂપિયાની આવક રળી આપે છે. આયાત-નિકાસ માટે સૌરાષ્ટ્રનું અગ્રેસરની યાદીમાં આવતું બંદર છે. જો કે, આમ છતાં તંત્ર દ્વારા આ બંદર પ્રત્યે ઓરમાયું વર્તન રખાતું હોવાનું પાછલા ઘણા દિવસોના બનેલા બનાવોને લઈને પ્રતિત થાય છે.

નવલખી બંદર ખાતે મોટે ભાગે કોલસાની આયાત થતી હોય રોજના સેંકડો ટ્રકો અહીં આવાગમન કરે છે ત્યારે પોર્ટમાં આવેલા વે-બ્રિજ નજીકના રોડ પર ટ્રક ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ માર્ગ પર કાદવ-કિચડનું સામ્રાજ્ય છવાતા રોડ ચીકણો અને લપસણો બની જતા સરેરાશ રોજ એક ટ્રક પલટી મારી જાય છે. આ દરમ્યાન વાહનોની લાંબી કતારો લાગી જાય છે. અકસ્માતગ્રસ્ત ટ્રકોમાં થતું નુકશાન ટ્રક માલિકોને પડ્યા પર પાટુ સમાન સ્થિતિ સર્જે છે. પોર્ટ સત્તાવાળાઓને આ બાબતની સઘળી જાણકારી હોવા છતાં આ સમસ્યાના ઉકેલ માટે હજુ સુધી કોઈ વ્યવસ્થા ગોઠવવામાં આવી ન હોય ટ્રક માલિકોમાં નારાજગી પ્રવર્તી રહી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..

મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate