મોરબીના રંગપર ગામે સામાન્ય બાબતે દંપતીને માર માર્યાની ફરિયાદ

બે આરોપી સામે હુમલો કર્યાની તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામે સામાન્ય બાબતે દંપતીને બે વ્યક્તિઓએ માર મારી જાતિ પ્રત્યે અપમાનિત કર્યાની તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી બન્ને આરોપીઓ સામે એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની મોરબી તાલુકા પોલિસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના રંગપર ગામે વણકરવાસમાં રહેતા ડાયાભાઇ બાબુભાઈ રાઠોડ (ઉ.વ.૪૫) એ આરોપીઓ જનકબા રણજીતસિંહ ઝાલા તથા સંજયસિંહ ઉર્ફે કાનો રણજીતસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા.૧૬ના રોજ ફરિયાદી તથા તેની પત્ની તથા બાળકો માંડલથી આવતા હોય વચ્ચે રસ્તામા આંગણવાડીવાળા બેન મુક્તાબેને તેની દિકરીઓનો ભાગ લઈ જવાનુ કહેતા આ વખતે આરોપીઓએ ફરીયાદીની પત્નીને સામાન દેવાનો થતો નથી, તેમ કહી જાતિ પ્રત્યે હડધુત કરી ઝપાઝપી કરી બોલાચાલી કરી હતી. તેમજ ત્યારપછી આરોપીઓએ ફરીયાદીના ઘરે જઈ લાકડાના ધોકા વતી ફરીયાદી તથા તેના પત્નીને માથામાં તથા શરીરે માર મારી ઈજા કરી હતી. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..

મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate