હળવદના બોરડી ગામે રહેણાંક મકાન પર વીજળી પડતા ઇલેક્ટ્રિક ઉપકરણોને નુક્શાન

હળવદ : મોરબી જિલ્લામાં છેલ્લા બે દિવસથી ફરી મેઘરાજા આકાશી આફત વરસાવી રહ્યા છે અને ગઈકાલે મોડી સાંજે વીજળીના કડાકા ભડકા સાથે વરસાદ પડ્યો હતો. જેમાં હળવદ પંથકમાં ગઈકાલે મોડી સાંજે ગાજવીજ સાથે એક ઇંચ જેવો વરસાદ પડયાના અહેવાલ મળી રહ્યા છે. ત્યારે ગતરાત્રે હળવદ તાલુકાના બોરડી ગામે રહેતા મૈયાભાઈ દેવસીભાઈ ભરવાડના મકાન ઉપર વીજળી પડી હતી. જો કે સદનસીબે જાનહાની થઈ ન હતી.પરંતુ મકાન પર વીજળી પડતા મકાનમાં તિરાડો પડી ગઈ હતી અને ઘરના ઇલેક્ટ્રિક ઉપકરણો બળી ગયા હોવાનું મકાન માલિકે જણાવ્યું હતું.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate