હળવદ : વીજ કર્મચારીના મકાનમાંથી તસ્કરોનો સોના-ચાંદીના દાગીનાનો હાથફેરો

વીજ કર્મચારીએ પોતાના મકાનમાં રૂ. 30 હજારની માલમતાની ચોરી થયાની ફરિયાદ નોંધાવી

હળવદ : હળવદમાં આવેલ વીજ કર્મચારીના બંધ ક્વાર્ટરમાં તસ્કરો ત્રાટકયા હતા અને આ બંધ મકાનમાંથી તસ્કરો સોના-ચાંદીના દાગીના મળીને કુલ રૂ. 30 હજારની માલમતા ઉસેડી ગયા હતા. આ બનાવની પગલે વીજ કર્મચારીએ પોતાના મકાનમાં રૂ. 30 હજારની માલમતાની ચોરી થયાની ફરિયાદ નોંધાવી છે.

આ ચોરીના બનાવની હળવદ પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર હળવદના માર્કેટિંગ યાર્ડ પાસે આવેલી વીજ કંપનીના 220 કેવી કોલોનીમાં રહેતા અને હળવદ તાલુકામાં વીજ કર્મચારી તરીકે ફરજ બજાવતા રામજીભાઈ શામજીભાઈ જાદવનું મકાન ગત તા.13 ના રોજ બંધ હતું. આ બંધ મકાનમાં તસ્કરો ચીરી કરવાના ઇરાદે ઘુસ્યા હતા અને તસ્કરોમાં બંધ મકાનના તાળા તોડી ઘરમાં પ્રવેશ કરીને ઘરમાં રહેલી પતરાની તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના મળીને કુલ રૂ.30 હજારની માલમતાની ચોરી કરી ગયા હતા. આ ચોરીના બનાવની જાણ થતાં વીજ કર્મચારીએ પોતાના મકાનમાં ચોરી થયાની હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે આ ચોરીનો ભેદ ઉકેલવા રાબેતા મુજબની તપાસ હાથ ધરી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate