ચીખલીના તળાવમાં ડૂબી જતા બાળકીનું મૃત્યુ

માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના ચીખલી ગામમાં એક બાળકી તળાવમાં ડૂબી જતા તેનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

ગઈકાલે તા. 2ના રોજ જલકબાનુ કાસમભાઇ ખોડ (ઉ.વ. 07) વરડુસર ચીખલી ગામના તળાવમાં ન્હાવા ગઈ હતી. તે વખતે ડૂબી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે આ બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.