મોરબી, ટંકારા, હળવદ અને વાંકાનેરમાં જુગાર રમતા 30 શખ્સોની ધરપકડ

- text


પોલીસે શ્રાવણીયા જુગાર પર ધોંસ બોલાવી

મોરબી : શ્રાવણ માસમાં સાતમ આઠમના તહેવારો નજીક અવતાની સાથે જુગાર રમવાની.મોસમ ખીલી ઉઠી હોય તેમ મોરબી જિલ્લામાં ઠેરઠેર શ્રાવણીયો જુગાર ધમધમવા લાગ્યો છે. પોલીસે પણ શ્રાવણીયા જુગાર પર કડક કાર્યવાહી કરી હતી. જેમાં ગઈકાલે પોલીસે મોરબી, ટંકારા, હળવદ અને વાંકાનેરમાં જુગાર રમતા 30 શખ્સોની ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબી તાલુકા પોલીસે મોરબી તાલુકાના નવા જાબુંડીયા ગામે ધર્મસિધ્ધી સોસાયટીમાં જાહેર રોડ પાસે જુગાર રમતા હિમંતભાઇ પુંજાભાઇ ચાવડા, દિનેશભાઇ રાણાભાઇ ધ્રાંગીયા, કાનજીભાઇ શામજીભાઇ રાઠોડ, મહેન્દ્રસીહ દિલુભા જાડેજા, લાલાભાઇ દેવાભાઇ રાતોજા, પીન્ટુભાઇ ભીમાભાઇ નાકીયા, રાહુલભાઇ દેવકરણભાઇ ધનગર, ભગવાનજીભાઇ ગગજીભાઇ તલવાણીયાનર રોકડા રૂ. ૧૭,૪૨૦ સાથે ઝડપી લીધા હતા.

- text

વાંકાનેર તાલુકા પોલિસે વાંકાનેર તાલુકાના વરડુસર ગામે રામાપીરના મંદીર પાસે જાહેરમાં જુગાર રમતા રમેશભાઇ નાથાભાઇ ડાભી, પ્રવિણભાઇ રૈયાભાઇ ડાભી, રાયમલ જવધણભાઇ ડાભી, રાયધનભાઇ રાજાભાઇ ડાભી, રાજુ વશરામભાઇ શેટાણીયા, મહેશ રધુભાઇ શેટાણીયા, મહેશ દિનેશભાઇ શેટાણીયા, ભરતભાઇ વાલજીભાઇ શેટાણીયા, રણછોડભાઇ હીરાભાઇ શેટાણીયા, માનસીંગભાઇ દિનેશભાઇ શેટાણીયા, ભનુભાઇ ભીમાભાઇ વિઝવાડીયાને રોકડ રૂ. ૧૦,૯૧૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

ટંકારા પોલીસે ટંકારા તાલુકાનાહિરાપર ગામના પાટીયા પાસે પાણીના સંપની બાજુમાં જુગાર રમતા પ્રીન્સભાઇ રમેશભાઇ સવસાણી, હસમુખભાઇ મનસુખભાઇ સારેસા, ચિરાગભાઇ ગણેશભાઇ ફેફર, રજનીભાઇ સવજીભાઇ સવસાણી, મયંકભાઇ નરભેરામભાઇ સવસાણીને કુલ રોકડ રૂપીયા- ૨૪,૭૦૦ સાથે ઝડપી લીધા હતા.

હળવદ પોલીસે હળવદ તાલુકાના મયુરનગર ગામમા હનુમાનજીના મંદીર પાસે સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમાં જુગાર રમતા ઉમેદસંગ દેવીસંગ રોહડીયા, મનુભાઇ બેચરભાઇ ડાંગર, જયેશભાઇ રમેશભાઇ હુંબલ, રમેશભાઇ દેવદાનભાઇ ડાંગર, ખીમજીભાઇ વલમજીભાઇ ચાડમીયા, અમરશીભાઇ મોહનભાઇ માલવીયાને રોકડા રૂપિયા ૧૧,૩૦૦ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text