જુના દેવળીયામાં એસિડ ગટગટાવી જતા સારવાર દરમિયાન પરિણીતાનું મૃત્યુ

હળવદ : હળવદ તાલુકાના જુના દેવળીયા ગામમાં એક મહિલાએ એસિડ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.

જુના દેવળીયામાં રહેતા લાલજીભાઇ પઢીયારના પત્ની શોભનાબેન (ઉ.વ. 25)એ ગત તા. 28ના રોજ ઘરે પતિ સાથે ઝઘડો થતા આવેશમા આવી એસિડ જેવુ પ્રવાહી પી લીધું હતું. તેમને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પીટલમા દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું હતું. દંપતીનો લગ્નગાળો ત્રણ વર્ષનો છે. આ બનાવની નોંધ હળવદ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. હાલમાં પોલીસ દ્વારા બનાવની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.