મોટા દહીંસરામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, આરોપીની શોધખોળ ચાલુ

- text


કુલ રૂ. 6,600નો વિદેશી દારૂ કબ્જે

માળીયા (મી.) : માળીયા (મી.)ના મોટા દહીંસરામાં કુલ રૂ. 6,600નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. હાલમાં પોલીસ દ્વારા આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે.

- text

ગઈકાલે તા. 21ના રોજ પોલીસ દ્વારા મોટા દહીસરા ગામે આહીરવાસ સામે તળાવ કાંઠે આશિષ ઉર્ફે લાલો ચંદુભાઇ લોખીલ (રહે. મોટા દહીસરા)એ ગે.કા. પાસ, પરમીટ વગર વેચાણ કરવાના ઇરાદે રાખેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ 22 (કી.રૂ. 6,600)નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે. આ બનાવમાં માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. રેઈડ દરમિયાન આરોપી આશિષ સ્થળ પર હાજર ન હોવાના લીધે પોલીસે આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.

- text