ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં કેસનો નિર્ણય આવતા ઘણો સમય લાગતો હોવાની રાવ

- text


મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા વડાપ્રધાનને રજૂઆત

મોરબી : ગ્રાહક જાગૃતિ અભિયાન માટે સરકાર ઘણાં પ્રયત્ન કરે છે. પરંતુ દિલ્લી, અમદાવાદ, રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં કેસનો નિર્ણય આવતા ઘણો સમય લાગે છે. જેના કારણે ગ્રાહકને વિશ્વાસ ઉઠી જાય છે. આ અંગે મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને રજુઆત કરવામાં આવેલ છે.

તેઓએ લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર ગ્રાહક જાગૃતિ માટે ઘણાં બધા પ્રયત્ન કરે છે. મોંઘી દાટ જાહેરાતો આપે છે. સરકાર માન્ય મંડળો દ્વારા ગ્રાહક જાગૃતિ સેમીનાર-મેળાવડા કરીને ‘જાગો ગ્રાહક જાગો’ કરીને ગ્રાહકોમાં જાગૃતિ લાવે છે. અને ગ્રાહકોમાં જાગૃતિ આવે પણ છે. જેના કારણે મોરબી જેવા શહેરો દિલ્લી-અમદાવાદ-રાજકોટમાં આજે 65 કેસ ચાલી રહયા છે. તો સમગ્ર ગુજરાતનાં માન્ય મંડળો દ્વારા કેટલા કેસો હશે. તેનો અંદાજ મેળવવો જાઇએ.

- text

સરકારનો નિયમ છે કે 6 મહિનામાં કેસનો નિર્ણય આવવો જોઇએ પરંતુ ખાટલે મોટી ખોટ કે કેસનો નિર્ણય આવતા ઘણો સમય લાગે છે. જેથી, ગ્રાહક સુરક્ષા અને સરકાર ઉપરથી પ્રજાને ભરોસો ઉઠતો જાય છે. કેન્દ્ર સરકારે 6 મહિના પહેલાં 5 કરોડ સુધીના કેસ અમદાવાદ રાખેલ અને 1 કરોડ સુધીનાં કેસ જે તે જિલ્લામાં ચાલે તેવું નકકી કરેલ છે. પરંતુ 6 મહિના થયા છતાં કોઇ નિર્ણય લેવાતો નથી.

વધુમાં, જણાવ્યું હતું કે કોરોનાને કારણે દિલ્લીની સ્થીતી સારી નથી. જેના કારણે દિલ્લીનાં કેસ ક્યારે પતે તે નકકી નથી તો તાત્કાલીક કેન્દ્ર સરકારે કરેલ નિર્ણય પ્રમાણે અમદાવાદ, રાજકોટના દરેક જિલ્લાએ ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં જાણ કરવી અને નવા નિયમ પ્રમાણે ગ્રાહકને ન્યાય મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. આ અંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તથા લાગતા-વળગતા ઉચ્ચ અધિકારીને ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ રજુઆત કરેલ છે.

- text