બગથળામાં રોટાવેટર ચાલકે રિવર્સ લેતા તરુણનું કરુણ મોત

- text


મોરબી : મોરબી તાલુકાના બગથળા ગામે ટ્રેકટર અને રોટાવેટર પાસે રમી રહેલા બાળકો પૈકી એક બાળકનું રોટાવેટર ચાલકે રિવર્સ લેતા બાળકનું કરુણ મૃત્યુ થયું હતું. આ બનાવમાં તાલુકા પોલીસે આરોપીની અટકાયત કરી હતી.

- text

આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર બગથળા ગામે છગનભાઈ નરસીભાઇ સરડવાના પ્લોટમાં રહીને ખેતી કામ કરતા અને મૂળ દાહોદના વતની વસુભાઈ સબાભાઈ બારીયા (ઉ.વ. 32) નો 13 વર્ષીય દીકરો નરેન્દ્ર અને અન્ય બાળકો પ્લોટ નજીકમાં પડેલ ટ્રેક્ટર અને પાછળના રેાટાવેટર પાસે રમી રહ્યા હતા. તે દરમ્યાન ટ્રેકટર નં. જીજે-૩-એચએ-૭૬૪૧ના ચાલક મૂળ દાહોદના વતની હાલ બગથળા નિવાસી રૂમાલભાઇ પરશુભાઇ ભામભોર ધ્યાન રાખ્યા વિના બેદરકારીપૂર્વક ચાલકે રિવર્સ લેતા તરુણનું કમકમાટીભર્યુ મોત નિપજયુ હતુ.

મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી હતી. તેમજ મૃતદેહને પી.એમ. અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવને પગલે પોલીસે આરોપીની અટકાયત કરી હતી. તેમજ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- text