મોરબીમાં પાંચ વર્ષની બાળકીને કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાયા

- text


બાળકીને તાકીદે સિવિલના આઇસોલશેન વોર્ડમાં દાખલ કરીને સેમ્પલ લઈને રિપોર્ટ માટે મોકલાયા

મોરબી : મોરબીમાં વધુ એક કોરોનાનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. જેમાં મોરબીમાં પાંચ વર્ષની બાળકીમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા આ બાળકીને તાકીદે સિવિલના આઇસોલશેન વોર્ડમાં દાખલ કરીને સેમ્પલ લઈને રિપોર્ટ માટે મોકલાયા હોવાનું જાણવા મળે છે. આ સાથે ગઈકાલે કુલ 3 શંકાસ્પદ કેસ નોંધાયા છે. આ તમામના રિપોર્ટ આજ સાંજ સુધીમાં અથવા કાલે આવી જવાની સંભાવના છે.

- text

મોરબીમાં એક પાંચ વર્ષની બાળકીમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તંત્ર હરકતમાં આવ્યું છે અને આ બાળકીને તાકીદે સિવિલ હોસ્પિટલના આઇસોલશેન વોર્ડમાં દાખલ કરવામાં આવી છે. જ્યાં બાળકીના સેમ્પલ લઈને રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા છે. ગઈકાલે રાજકોટ દાખલ મોરબીના બે વૃધ્ધ વ્યક્તિઓને કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાયા હતા. ત્યારે આજે વધુ એક બાળકીને કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા હાલ કુલ ત્રણ શંકાસ્પદ કેસ થયા છે. આ તમામના રિપોર્ટ આજ સાંજ સુધીમાં અથવા કાલ સુધીમાં આવી જવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text