ટંકારા : ઓટાળા ગામે દંપતીની હત્યામાં ઝડપાયેલા 3 આરોપી 2 દિવસની પોલીસ રિમાન્ડ પર

- text


ટંકારા : તાલુકાના ઓટાળા ગામ નજીક થયેલી દંપતીની હત્યા મામલે ઝડપાયેલા 3 આરોપીઓને રિમાન્ડ પર લેવાની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે ત્રણેય આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

- text

ટંકારા તાલુકાના ઓટાળા ગામ નજીક દશરથ વસાવા અને તેની પત્નિ કારીબેનની નિર્મમ હત્યાના બનાવમાં ઝડપાયેલા મૃતકની બહેન બનેવી સહિત 3 લોકોના રિમાન્ડની માંગણી કોર્ટે ગ્રાહ્ય રાખી બે દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા છે. રિમાન્ડ પર લીધેલા આરોપીઓ 40 વર્ષીય પાતલીયાભાઈ ઉર્ફે રમેશભાઈ ધનાભાઈ માવી, 39 વર્ષીય ગાજરીયાભાઈ ઉર્ફે પ્રકાશભાઈ જામસિંગ માવી અને 37 વર્ષીય વેસ્તીબેન પાતલીયાભાઈ માવીની હવે પોલીસ વિસ્તૃત પૂછપરછ કરશે. આ બનાવમાં કાયદાના સંઘર્ષમાં આવેલા બે કિશોરોને બાળ સુધારણા ગૃહમાં મોકલી અપાયા છે તેવું તાલુકા મહિલા પીએસઆઇ એલ.બી.બગડાએ જણાવ્યું હતું.

- text