કપોરીવાડી પ્રાથમિક શાળાનો NMMS પરીક્ષામાં દબદબો

મોરબી : રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનાર દ્વારા લેવાયેલ NMMS પરીક્ષાનું તાજેતરમાં પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. મોરબી તાલુકા મેરીટ સમરીમાં કપોરીવાડી પ્રાથમિક શાળા પાંચ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ શાળામાં અભ્યાસ કરતા ડાભી નિલેશનો 10મો જિલ્લા રેન્ક, ડાભી હરજીવનનો 19મો જિલ્લા રેન્ક, ડાભી રીનાનો 23મો રેન્ક, કંઝારિયા સંજયનો 31મો રેન્ક અને ડાભી દિવ્યેશનો 49મો રેન્ક પ્રાપ્ત થયો છે. આ તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર વતી અભિનંદન પાઠવવામાં આવ્યા છે.