મોરબીમાં અવની ચોકડી પાસે આઇસર હડફેટે કાર પલ્ટી ખાઈ જતા એકને ઇજા

- text


મોરબી : આજે મોરબીમાં અવની ચોકડી પાસે આઇસર અને ક્રેટા વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિને ઇજા પહોંચી હતી.

- text

આજે તા. 29ના રોજ વહેલી સવારે 5 વાગ્યા આસપાસ કેનાલ રોડ પર અવની ચોકડી નજીક આઇસર અને ક્રેટા કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કાર પલ્ટી ખાઈ જતા કારમાં સવાર એક વ્યક્તિને સામાન્ય ઇજા પહોંચી હતી. તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમજ કારને ઘણું નુકસાન પહોંચ્યું હતું. આ અકસ્માતના પગલે ટ્રાફિક જામ થઇ ગયો હતો. સદનસીબે જાનહાનિ ટળી હતી.

- text