મોરબી : વિદેશી દારૂની બોટલ સાથે બેની અટકાયત

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસ દ્વારા મકનસર પાસેથી વિદેશી દારૂની બોટલ સાથે એક શખ્સની અટકાયત કરવામાં આવી છે. તેમજ મોરબી સીટી બી ડિવિઝન દ્વારા મોરબીના લગધીરપુર રોડ પર વિદેશી દારૂની બોટલો સાથે એક શખ્સની અટકાયત કરવામાં આવી છે.

ગત તા. 27 ફેબ્રુઆરીના રોજ મકનસર ગામ પાસે એક્સલ સીરામીક પાછળ આવેલ ઈંટોના ભઠ્ઠા પાસેથી આરોપી સુરેશભાઇ મેલાભાઇ કુડેચા (ઉ.વ. ૨૧, ધંધો- સુપરવાઇઝર (અમોરા સીરામીક), રહે. હાલ અમોરા સીરામીક, સરતાનપર રોડ, બંધુનગર, તા.જી.મોરબી)એ ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની પરપ્રાંતિય ઇંગ્લીશ દારૂની સીલપેક બોટલ નંગ ૧ કિ.રૂ. ૩૦૦/- સાથે મળી આવતા તેની અટકાયત કરવામાં આવી છે.

- text

આ ઉપરાંત, ગત તા. 27 ફેબ્રુઆરીના રોજ લગધીરપુર રોડ પર ધ ગ્રાન્ડ વૈભવ હોટલની સામેની બાજુએ આરોપી મયુરસિંહ ખેંગુભા જાડેજા (ઉં.વ. ૪૦, રહે. હાલ સો ઓરડી, બારૈયા પાનવાળી શેરીમા, તા.જી. મોરબી, મુળ રહે. પરશુરામનગર, બ્લોક થાન, તા-થાન, જી-સુરેંદ્રનગર) એ ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર મોટર સાઇકલ હિરો ટવિસ્ટર રજી. નં જીજે-૧૨-બીએમ-૧૧૮૪ કિંમાં ભારતીય બનાવટની પરપ્રાંતિય ઇંગ્લીશ દારૂની સીલપેક બોટલ નંગ ૧ કિં.રૂ. ૩૦૦/-ની કબ્જામાં રાખી કુલ મુદામાલ રૂ.૨૦,૩૦૦/- ની સાથે મળી આવતા તેની અટકાયત કરવામાં આવી છે.

- text