માળિયા : ભોળી વાંઢમાં નિણના ઢગલામાં આગ ભભૂકી, રૂ. 2 લાખનું નુકસાન

- text


માળિયા : માળિયા પાસે ભોળી વાંઢ વિસ્તારમાં નિણના વેચવા માટે રાખેલા જથ્થામાં અચાનક આગ ભભૂકી ઉઠી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ દુર્ઘટનાથી નિણના વેપારીને અંદાજીત રૂ. 2 લાખનું નુકસાન થયું હોવાનુ જાણવા મળી રહ્યું છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ માળિયા મિયાણા તાલુકામાં ભોળી વાંઢ વિસ્તારમાં નિણના વેપારી કાસમભાઈ કટિયાએ તેમના ઘર પાસે વાડામા પાંચ ગાડી નિણ રાખી હતી. ત્યાં આજે કોઈ કારણસોર આગ લાગી હતી. આ આગના કારણે તેઓના ઘર અને દુકાનને પણ નુકસાન પહોંચ્યું હતું. હાલ ફાયર વિભાગ દ્વારા આ આગને ઓલવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ ઘટનાથી વેપારીને અંદાજે રૂ. 2 લાખનું નુકસાન પહોંચ્યું હોવાના અહેવાલ મળી રહ્યા છે.

- text