મોરબીમાં આર્થિક સંકડામણથી કંટાળીને યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

- text


મોરબી : મોરબીમાં આર્થિક સંકડામણથી કંટાળીને યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું.આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે આવેલ આશાપાર્ક સોસાયટીમાં રહેતા અભિષેકભાઈ ઉર્ફે સાહિલ સેમ્યુઅલ ગીલ ઉ.વ.20 નામના યુવાને પોતાના ઘરે ગળેફાંસો ખાઈને જીવાદોરી ટૂંકાવી લીધી હતી.બાદમાં યુવાનના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.મૃતક યુવાનને યોગ્ય કામધંધો ન મળતા આર્થિક સંકડામણ અનુભવતા અંતે કંટાળીને તેણે આ અંતિમ પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક તારણ છે.બી ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text