ઉત્કૃષ્ટ સેવા આપવામાં મોરબી જિલ્લા પોલીસ રોલ મોડેલ : ત્રણ પોલીસ કર્મીઓનું એસ.પી.ના હસ્તે સન્માન

- text


ચાર પોલીસ પુત્રોએ મેડિકલ ક્ષેત્રે આગળ વધતા એસ.પી.એ આ ચારેય પોલીસ કર્મચારી અને તેના તેજસ્વી પુત્રોનું સન્માન કર્યું

મોરબી : ઉત્કૃષ્ટ પોલીસ સેવા આપવાની સાથે વિવિધ ક્ષેત્રેમાં આગળ વધીને સમગ્ર પોલીસ બેડાનું ગૌરવ વધારવા મોરબી જિલ્લા પોલીસ રોલ મોડેલ બની છે. જેના મોરબી જિલ્લા પોલીસ કર્મચારીઓએ ઉત્કૃષ્ટ સેવા આપીને જિલ્લા પોલીસનું રાજ્ય અને નેશનલ લેવલે ગૌરવ વધાર્યું છું. તે બદલ મોરબી જિલ્લાના ત્રણ પોલીસ કર્મચારીનું એસ.પી.ના હસ્તે સન્માન કરાયું હતું. તેમજ મેડિકલ ક્ષેત્રે આગળ વધેલા પોલીસ પુત્રોનું પણ અદકેરું સન્માન કર્યું હતું.

મોરબી જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી, ગૃહ વિભાગ અને રાજ્ય પોલીસની સતત પોલીસ માટેની પ્રોત્સાહક નીતિઓના કારણે મોરબી જિલ્લા પોલીસ બેડા નેશનલ અને રાજ્ય કક્ષાએ ગૌરવ મળ્યું છે. જેમાં મોરબી જિલ્લા પોલીસ બેડાના કર્મચારીઓ ઉત્કૃષ્ટ સેવા આપવાની સાથે વિવિધ ક્ષેત્રમાં આગળ વધીને સમગ્ર પોલીસ બેડાની શાન વધારી છે. જેમાં અગાઉ મોરબી જિલ્લા પોલીસના સાતથી આઠ કર્મચારીઓએ ઉત્કૃષ્ટ સેવા બદલ રાષ્ટ્પતિ પદક મેળવ્યો હતો અને આ સિલસિલો યથાવત રાખીને એસી.પી. કચેરીમાં પીએ તરીકે ફરજ બજાવતા રણજિતભાઈ બાપડાએ ભારત સરકાર તરફથી ઉત્કૃષ્ઠ સેવા પદક મેળવ્યો છે. તેમજ ટંકારાના કલ્યાણપુર ગામે પુર વખતે જીવના જોખમે બાળકોને બચાવી લેનાર લોકરક્ષક પૃથ્વીરાજસિંહ જાડેજાને જીવન રક્ષક પદક એનાયત કરાયો છે.

- text

આ ઉપરાંત, મોરબી એ ડિવિઝનમાં લોકરક્ષક તરીકે ફરજ બજાવતા ગિરનાર ખાતે સતત ત્રણ વર્ષ સુધી આરોહણ અવરોહણ સ્પર્ધામાં ચેમિયનશિપ મેળવી અને ડી.જી.પી.એથ્લેટીક્સ કપમાં પણ વિજેતા બનીને મોરબી જિલ્લા પોલીસનું ગૌરવ વધાર્યું હતું. તેમજ મોરબી જિલ્લા પોલીસના કર્મચારીઓ રમણીકભાઈ, હરીશભાઈ, વિનોદભાઈ, કાનજીભાઈએ પોતાના પુત્રો મેડિકલ ક્ષેત્રે કેરિયર બનાવી છે. આ પોલીસ કર્મચારીઓ ભારે સંઘર્ષ કરીને પોતાના પુત્રોને ડોકટર બનાવ્યા છે અને પોલીસ પુત્રોએ પણ એમબીબીએસની ડીગ્રી મેળવીને મોરબી જિલ્લા પોલીસનું ગૌરવ વધાર્યું છે. તેથી, એસપીએ આ તમામનું આજે સન્માન કર્યું હતું.

- text