ટંકારા : મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ દ્વારા નાઈટ વોલીબોલ ટુર્નામેન્ટ રમાઈ

- text


ગ્રામીણ કક્ષાએ ટંકારા તો શહેરી કક્ષાએ રાજકોટ જંગરની ટીમ વિજેતા થઈ 

ટંકારા : મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ દ્વારા નાઈટ વોલીબોલ ટુર્નામેન્ટ રમાઈ હતી. શિવરાત્રી પુર્વે આયોજિત રાત્રિ પ્રકાશ વોલીબોલ ટુર્નામેન્ટ શનિવારે રાત્રે યોજાઈ હતી. જુદા જુદા જીલ્લામાથી 16 ટીમોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો.

મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ ટંકારા ગુરૂકુલ ખાતે પ્રતિ વર્ષ બોધોત્સવ પુર્વે રાત્રિ પ્રકાશ વોલીબોલ ટુર્નામેન્ટનુ આયોજન કરવામાં આવે છે. ગત શનિવારની રાત્રીએ ઉક્ત ટુર્નામેન્ટ યોજાઇ હતી. જેમાં મોરબી ઉમા A અને B, રાજકોટ વોલી બર્ધસ. જંગર, જામનગરની ખાવડી, ધ્રાંગધ્રા, રાજકોટ ફોર્ચ્યુન, ભાવનગર, રામેશ્વર મોરબી, મયુર સહિતની 16 ટીમોએ ભાગ લીધો હતો.

- text

આ ટુર્નામેન્ટમા બેસ્ટ શુટર તરીકે કારેલિયા ગજેન્દ્ર અને બારડ જયેશભાઈ, બેસ્ટ નેટી તરીકે દુબરિયા વાસુદેવ, ડોડીયા પિયુષભાઈ, બેસ્ટ પ્લેયર ઓફ ટુર્નામેન્ટ રાણીપા જીજ્ઞેશભાઈ અને વેગડ પ્રકાશભાઈ રહ્યા હતા.
કાર્યક્રમને સફળ બનાવવા માટે કારેલિયા ગજેન્દ્ર, દેવજીભાઈ, દિપકભાઈ, કાંતિલાલ તથા ગાયત્રીનગર વોલીબોલ ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

- text