મોરબીમાં વિવિધ સ્થળોએ માર્ગ સલામતી માટે શેરી નાટકો યોજાયા

- text


મોરબી : વાહનવ્યવહાર કમિશ્નરની કચેરી દ્વારા રોડ સેફ્ટી – માર્ગ સલામતી જનજાગૃતિ અભિયાન હેઠળ ભારતી કોમ્યુનિકેશનના કલાકારો દ્વારા મોરબીમાં અનુક્રમે LE કોલેજ, ગેંડા સર્કલ, નવા બસ સ્ટેશન, RTO, જુના બસ સ્ટેન્ડ, નગર ગેઇટ, સર્વોપરી સ્કૂલ, LE કોલેજ રોડ, સર્વોપરી કોલેજ તથા ગ્રીન ચોક એમ કુલ 10 સ્થળ ઉપર શેરી નાટકના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને બહોળા પ્રમાણમાં જનપ્રતિસાદ મળ્યો હતો.

- text