મોરબીના જનતા ક્લાસીસની વિદ્યાર્થીની B.Com Sem-3માં જિલ્લા પ્રથમ

- text


દવે ધન્વી બી.કોમ. સેમ-૩મા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા દ્વિતીય ક્રમાંક મેળવી જનતા ક્લાસીસનો યુનિવર્સિટીમા ડંકો વગાડ્યો

મોરબી : મોરબી શહેરમા શિક્ષણ ક્ષેત્રે છેલ્લા ૪ દાયકાઓથી કાર્યરત પ્રવિણભાઈ કક્કડ તથા નિર્મિતભાઈ કક્કડ સંચાલીત જનતા ક્લાસીસની વિદ્યાર્થીની દવે ધન્વી શૈલેષભાઈ એ તાજેતરમા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બી.કોમ. સેમ-૩ના જાહેર થયેલ પરિણામમા ૮૪.૧૪% પ્રાપ્ત કરી સમગ્ર મોરબી જીલ્લામા પ્રથમ તથા સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી સમગ્ર મોરબીને ગૌરવ અપાવ્યુ છે.મોરબી શહેરમા શિક્ષણ ક્ષેત્રે છેલ્લા ચાર દાયકાથી પણ વધારે સમયથી રવાપર રોડ સ્થિત એવન્યુ પાર્ક ખાતે કાર્યરત જનતા ક્લાસીસ મા ધો-૧૦, ૧૧-૧૨(com), B.com, B.B.A.; M.com; સહીતના વર્ગોનુ બંન્ને માધ્યમોમા બધા જ વિષયોનુ શિક્ષણ પ્રદાન કરવામા આવે છે. પ્રતિવર્ષ ઉચ્ચ પરિણામોની હારમાળા સર્જતા જનતા ક્લાસીસની વિદ્યાર્થીની દવે ધન્વી શૈલેષભાઈ કે જે મોરબી ખાતે અભ્યાસ કરી રહી છે. તેમણે ૮૪.૧૪% ગુણ સાથે સમગ્ર યુનિવર્સિટીમા દ્વિતીય ક્રમાંક તેમજ સમગ્ર મોરબી જીલ્લામા પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. તે બદલ મોરબી જનતા ક્લાસીસના સંચાલકો પ્રવિણભાઈ કક્કડ તથા નિર્મિત ભાઈ કક્કડે અભિનંદન પાઠવ્યા છે.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રવર્તમાન વર્ષે બી.કોમ. સેમ-૫ના પરિણામમા મોરબી જનતા ક્લાસીસની વિદ્યાર્થીની ચંદારાણા દ્રષ્ટી સુનિલભાઈ એ સમગ્ર સૌરાષ્ટ યુનિવર્સિટીમા તૃતિય તેમજ મોરબી જીલ્લામા પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ હતુ ત્યારે ફરી એક વખત જનતા ક્લાસીસ ની વિદ્યાર્થીએ દવે ધન્વીએ બી.કોમ. સેમ-૩ મા સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા દ્વિતીય તેમજ મોરબી જીલ્લામા પ્રથમ સ્થાન મેળવી સમગ્ર સૌરાષ્ટ્રમા મોરબી જનતા ક્લાસીસનો ડંકો વગાડ્યો છે. તેમજ મોરબી જનતા ક્લાસીસમા આગામી શૈક્ષણીક વર્ષ માટે ધો-૧૦ તથા ૧૨ કોમર્સ (Eng & Guj. Med.) મા પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામા આવેલ છે, તેમ ક્લાસીસના સંચાલકો એ જણાવ્યુ છે.

- text