મોરબીના મયુરબાપાનો કોમેડી વીડિયો ‘સાસુનો ત્રાસ’ યૂટ્યૂબ ઉપર મચાવશે ધૂમ

- text


જીતેશભાઈ પ્રજાપતિની ‘RD ધમાલ’ કોમેડી ચેનલ ઉપર વિડીયોનું લોન્ચિંગ : રમેશ મહેતા ફેમ મયુરબાપા સહિતના કલાકારો લોકોને હંમેશા પેટ પકડીને હસાવશે

મોરબી : જેતપુરના જીતેશભાઈ પ્રજાપતિ નામના તરવરિયા યુવાન યુ ટ્યુબ ઉપર RD ધમાલ નામની કોમેડી ચેનલ ચલાવી રહ્યા છે. લોકોને મનોરંજન આપવાના આશયથી ચાલી રહેલી આ ચેનલમાં આજે કોમેડી વીડિયો ‘સાસુનો ત્રાસ’ લોન્ચ કરાયો છે. જેમાં મોરબીના રમેશ મહેતા ફેમ મયુરબાપા લોકોને પેટ પકડીને હસાવી રહ્યા છે.

લોકોને ભરપૂર મનોરંજન આપવાના ઉદ્દેશ સાથે RD ધમાલ નામની યુટ્યુબ ચેનલ કાર્યરત છે.આ ચેનલના માધ્યમથી તેઓ સતત લોકોને હાસ્ય પીરસવામાં સફળ નીવડ્યા છે. આ ચેનલ ઉપર આજે ‘સાસુનો ત્રાસ’ કોમેડી વીડિયો લોન્ચ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં ફૂલ કોમેડી છે. જે દર્શકોને ચેનલ સાથે જકડી રાખશે.

- text

વીડિયોમા ડીઓપી, એડિટિંગ, ડાયરેકટીંગ અને પ્રોડ્યૂસિંગ જીતેશભાઈ પ્રજાપતિએ કર્યું છે. જ્યારે સ્ક્રિપ્ટ રાઇટીંગ કેશવ સિંધવ તેમજ મેકઅપ જાગુબેન ગાંધીએ આપ્યો છે. કલાકારમાં રમેશ મહેતા ફેમ મયુરબાપા, ચંદ્રેશ લાલકીયા, રિયા સમાણી, નિકિતા પટેલ અને મીના શર્મા છે. વીડિયોમાં તમામ કલાકારોની એક્ટિંગ દાદ માંગી લે તેવી છે.

‘સાસુનો ત્રાસ’ નો પાર્ટ-1 હાલ લોન્ચ થઈ ગયો છે. હવે પાર્ટ-2 તા.2 ફેબ્રુઆરીના રોજ લોન્ચ કરવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે RD ધમાલ ચેનલ દ્વારા વીડિયો મારફતે સતત લોકોને હાસ્ય પૂરું પાડવામાં આવી રહ્યું છે. તો આજે જ યુટ્યુબ ઉપર આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને વીડિયો નિહાળીને તેને શેર કરો. સાથે ચેનલનું બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહિ. જેથી ચેનલના દરેક નવા વીડિયોનું નોટિફિકેશન મળતું રહે.

- text