પીપળીયા ચોકડી પાસે બાઇકમાં ત્રણ કિલો અફીણના ડોડવાની ડિલિવરી કરવા આવેલો શખ્સ ઝબ્બે

- text


તેને હળવદના દેવળીયા ગામના શખ્સે અફીણના ડોડવાની ડિલિવરી કરવા મોકલ્યો હોવાની કબૂલાત આપી

મોરબી : માળીયા પોલીસે બાતમીના આધારે પઠાપીરની દરગાહ પાસેથી મોરબીના જેતપર ગામના શખ્સને ત્રણ કિલો અફીણના ડોડવા સાથે ઝડપી લીધો હતો. પોલીસની પૂછપરછમાં આ આરોપીએ હળવદના દેવળીયા ગામના શખ્સે પીપળીયા ચોકડી પાસે આ અફીણના ડોડવા પહોંચાડવા મોકલ્યો હોવાની કબૂલાત આપતા આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે પીએસઆઇ જી.વી.વાણીયા સહિતના પોલીસ સ્ટાફે પઠાપીરની દરગાહ પાસેથી મોરબીના જેતપર ગામના શખ્સ ગોપાલભાઈ જેલાને રૂ.9 હજારની કિંમતના ત્રણ કિલો અફીણના ડોડવા સાથે ઝડપી લીધો હતો. પોલીસે આ શખ્સની પૂછપરછ કરતા તેણે પોલીસ સમક્ષ એવી કબૂલાત આપી હતી કે, તેને હળવદના દેવળીયા ગામના શખ્સ દિલીપભાઈ લાભશંકરભાઈ જોશીએ આ ત્રણ કિલોના અફીણના ડોડવા પીપળીયા ચોકડી પાસે કોઈને આપવા માટે મોકલ્યો હતો અને આરોપી પીપળીયા ચોકડી પાસે પહોંચે ત્યારે મોબાઈલ ફોન કરે અને મોબાઈલ ફોનથી હળવદના દેવળીયાનો શખ્સ પીપળીયા ચોકડી પાસે આ અફીણના ડોડવાની કોને ડિલિવરી આપવી તે અંગે કહેશે. પણ મોબાઈલમાં વાત થાય એ પૂર્વ જ તેને પોલીસે ઝડપી લીધો હતો. પોલીસે તેની પાસેથી બાઇક પણ કબ્જે કર્યું હતી. આથી, પોલીસે હળવદના દેવળીયાના શખ્સ સામે આ અંગે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. મોરબી એસ.ઓ.જી.એ આ બનાવની સઘન તપાસ હાથ ધરી છે.

- text