ટંકારાની ઓ. આર. ભાલોડીયા કોલેજની વિદ્યાર્થીનીઓનું કલા મહોત્સવમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન

- text


ટંકારા : તાજેતરમાં ગત તા. 19/01/2020ના રોજ મોરબીની નાલંદા વિદ્યાલય ખાતે કલા મહોત્સવનું આયોજન કરાવામાં આવ્યું હતું. જેમાં ટંકારા તાલુકા કક્ષાએ ઓ. આર. ભાલોડીયા મહિલા સાયન્સ કોલેજમાં FY B.Sc, FY B.Com તથા TY B.Sc Micro Biologyમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ ગરબા સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવી કોલેજનું નામ રોશન કરેલ છે. આ વિદ્યાર્થીનીઓ હવે જિલ્લા કક્ષાએ સ્પર્ધામાં ભાગ લેશે. જે બદલ સર્વે વિદ્યાર્થીનીઓને કોલેજના પ્રિન્સિપાલ ડો. માકાસણ તથા મંત્રી ધનજીભાઈ ઝાલરીયા તથા કેમ્પસ ડાયરેક્ટર ગોપાલભાઈ રતનપરાએ શુભેચ્છાઓ પાઠવી હતી.

- text