ઉંચી માંડલ પાસે સ્વિફ્ટ અને સેન્ટ્રો વચ્ચે અકસ્માત, છને ઇજા

- text


મોરબી : ઉંચી માંડલ પાસે સ્વિફ્ટ અને સેન્ટ્રો વચ્ચે અકસ્માત થતા છ લોકોને ઇજા પહોંચી છે. તેઓને હાલમાં મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવા આવ્યા છે.

- text

ગઈકાલે રાત્રે મોરબી હળવદ હાઈવે ઉપર ઉંચી માંડલ ગામ પાસે આવેલ નેકસીઓન સિરામિક પાસે સ્વીફટ કાર અને સેન્ટ્રો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે બનાવમાં અમદાવાદમાં ઘાટલોડિયા વિસ્તારમાં આવેલ કેકેનગર રોડ પાર વાસુકાનંદન ટાવરમાં રહેતા અલ્પેશ બાબુલાલ પટેલ (ઉમર ૪૦), આશાબેન અલ્પેશભાઈ પટેલ (ઉમર ૩૭), અર્શ અલ્પેશભાઈ પટેલ, પ્રકાશચંદ બાબુભાઈ પટેલ (ઉમર ૩૭), શિતલબેન પ્રકાશચંદ્ર પટેલ (ઉમર ૩૫) અને પાનસુલ પ્રકાશચંદ પટેલ (ઉંમર 7 વર્ષ)ને ઇજાઓ પહોંચી હતી. તેઓને સારવાર અર્થે મોરબીની ષ્ના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલમાં આ બનાવની નોંધ મોરબી તાલુકા પોલીસે કરી બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

- text