મોરબી એ ડિવિઝન તથા બી ડિવિઝને બે કટલેરી રેંકડી અને બે રીક્ષા ડિટેઇન કરી

- text


મોરબી : શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ થાય એ રીતે નાસ્તાની રેકડીઓ પર ઘોંસ બોલાવ્યા બાદ પોલીસે હવે અન્ય રેંકડીધારકો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હોય એમ બે કટલેરીની રેંકડીઓ તેમજ બે સીએનજી રીક્ષા ડિટેઇન કરી હતી.

શહેરની લખધીરસિંહજી લાઈબ્રેરીના ગેટ પાસેથી ટ્રાફિકને અડચણરૂપ 2 કટલરીની રેંકડીઓ એ.ડીવી.પોલીસે હટાવી હતી. તો મોરબી બી.ડીવી.વિસ્તારમાં ચાંગલશા પીરની દરગાહ પાસેથી 2 CNG રીક્ષા ડિટેઇન કરાઈ હતી.

- text

મોરબીમાં ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે ત્યારે પોલીસની આ કાર્યવાહીથી નાના ધંધાર્થીઓ પોલીસની ઝપટે ચડી રહ્યા છે તો અન્ય મોટા દબાણો પોલીસને કેમ દેખાતા નથી એવો બળાપો રેંકડીધારકો અને રીક્ષાવાળાઓ વ્યક્ત કરી રહ્યા છે.

- text