મોરબી : અમારા વિરુદ્ધ અરજી કરી એમાં પોલીસે શું બગાડી લીધું તેમ કહીને યુવાનને ધમકી આપી

- text


ત્રણ મહિલા સહિત ચાર શખ્સો સામે બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો

મોરબી : મોરબીના રોહિદાસપરા વિસ્તારમાં પોલીસમાં અરજી કર્યાનો ખાર રાખીને ત્રણ મહિલા સહિત ચાર શખ્સોએ યુવાન અને તેમની સાથે રહેલા વ્યક્તિઓને ધમકી આપી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. આ ફરિયાદના આધારે બી ડિવિઝન પોલીસે ચારેય આરોપીઓને ઝડપી લેવાની તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર દીનેશભાઇ બાબુભાઇ ચાવડા ઉ.વ.૪૭ રહે મોરબી રોહીદાસપરાની પાછળ ભીમરાવનગર પ્રાથમીક સ્કુલની સામે વાળાએ અબુભાઇ ફતેમામદભાઇ મીયાણા તથા તેની પત્ની મુમતાજબેન, કાજલબેન તથા મુકતાબેન ઉર્ફે કાળીબેન ગગુભાઇ પંચોલી રહે બધા મોરબી વીસીપરા સામેએ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તા.૭ના રોજ રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં મોરબી રોહીદાસપરા પાછળ ભીમરાવનગર ફરીયાદીના રહેણાંક મકાન પાસે બનેલા આ બનાવમાં ફરીયાદી તથા લત્તાવાસીઓએ આરોપીઓ વિરૂધ્ધ અગાઉ અરજી કરી હોય તે અરજીનો રાગદ્વેશ ખારરાખી આ કામના ચારેય આરોપીઓ ફરીયાદીના રહેણાંક મકાન પાસે જઇ ફરીયાદીને કહેવા લાગેલ કે અમારા વિરૂધ્ધ અરજી કરેલ હતી તે અરજીમાં પોલીસે અમારૂ શુ બગાડી લીધુ તેમ કહી આરોપીઓએ ફરીયાદીને ગાળો દેવા લાગતા ફરીયાદી તથા સાહેદોએ આરોપીઓને ગાળો આપવાની ના પાડતા આરોપીઓએ છરી બતાવીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી હવે અરજીઓ કરતો નહી, નહીતર જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. તેમજ ચારેય આરોપીઓએ સાહેદ મુળજીભાઇ સોલંકીના ઘરે જઈને મુળજીભાઇને પણ જ્ઞાતી પ્રત્યે હડધુત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text