વાંકાનેરના પીપળીયારાજ ગામે દૂધ કોલ્ડ્રિંક્સ પીધા બાદ ૧૦૦થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર

- text


૧૦૦થી વધુ લોકોને ઝાડા ઉલટી થતા આ તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા

વાંકાનેર : વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામે આજે દૂધ કોલ્ડ્રિંક્સ પીધા બાદ ૧૦૦થી વધુ લોકોને ફુડ પોઈઝનીંગ થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. દૂધ કોલ્ડડ્રીંક પીધા બાદ આ ૧૦૦થી વધુ લોકોને અચાનક ઝાડા ઉલટી થવા લાગતા આ તમામ લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

- text

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામે મુસ્લિમ સમાજના અગિયારમીના તહેવાર નિમિતે દૂધ કોલ્ડડ્રીંકની ન્યાજનું આયોજન કરવામાં આવ્યું હતું અને દૂધ કોલ્ડડ્રીંકનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં દૂધ કોલ્ડડ્રીંક પીધા બાદ ૧૦૦થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઇ હતી. દૂધ કોલ્ડડ્રીંક પીધા બાદ અચાનક ૧૦૦ લોકોને ઝાડા ઉલટી થવા લાગતા ભારે દોડધામ મચી ગઇ હતી અને તાત્કાલિક આ લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં અસરગ્રસ્ત લોકોને પીપળીયા રાજ પીએચસીમાં સારવાર આપવામાં આવી હતી. તેમજ કેટલાક લોકોએ પ્રાઇવેટ ડોક્ટર પાસે સારવાર લીધી હતી. આ સમયે તાલુકા હેલ્થ ઓફિસર અને તમામ પીએચસીના ડોક્ટરોએ ખડે પગે સારવાર આપતાં દર્દીઓને રાહત મળી હતી અને હાલ પરીસ્થિતી નિયંત્રણમાં હોવાનું જાણવા મળ્યું છે.

- text