મોરબીમાં લાયન્સ કલબ દ્વારા એક વર્ષ સુધીના બાળકો માટે કાનની તપાસ માટે કેમ્પ યોજાયો

- text


મોરબી : લાયન્સ કલબ ઓફ મોરબી – નઝરબાગ દ્વારા ‘બહેરાશ મુક્ત ગુજરાત’ના સંકલ્પને પૂર્ણ કરવાના ભાગરૂપે રવિવારે જન્મથી 1 વર્ષના બાળકોના કાનના ટેસ્ટ કરવાનો કેમ્પ ડૉ. પ્રેયશ પંડ્યાની હોસ્પિટલે યોજાયો હતો.જેમાં 600 બાળકોમાંથી ખાસ તપાસ માટે 16 બાળકો પસંદ કરવામાં આવેલ હતા. તેમજ OAE મશીનથી પ્રાથમિક તપાસમા 8 બાળકોને કાનમા તકલીફ હોવાનું માલુમ પડતા તેમના વાલીને વધારાના ટેસ્ટ માટે અમદાવાદ ડો. વિનોદ ખાંધાર પાસે જવાનું સૂચન કરવામાં આવેલ, જો બાળક બહેરુ માલુમ પડશે તો ગુજરાત સરકારની સહાયથી 8થી 10 લાખના ખર્ચે થતું ઓપરેશન વિનામૂલ્યે કરી આપવામાં આવશે. તેમજ OAE મશીનથી તાપસ દ્વારા કાનમાં તકલીફ હોય તેવા જામનગરમાથી 16 બાળકોને શોધવામા આવેલ હતા અને મોરબીથી 8 આમ કુલ 24 બાળકોને સાંભળતા-બોલતા કરવાનો પ્રયત્ન લાયન્સ ક્લબ ઓફ મોરબી – નઝરબાગ ક્લબના પ્રેરણા સ્ત્રોત ચંદ્રકાંત દફ્તરી દ્વારા કરવામા આવશે.

- text

આ ઉપરાંત, કેમ્પમાં મોરબીના કાનમા તકલીફ હોય તેવા બાળકોને કાન-નાક-ગલાના ડો. પ્રેયસ પંડ્યાએ તેમની હોસ્પિટલમાં ફ્રી સેવા આપી હતી. આ કેમ્પને સફળ બનાવવા માટે નઝરબાગ લાયન્સના પ્રમુખ ડો. રવિન્દ્ર ભટ્ટ, મનીષભાઈ પારેખ, સંદીપ દફ્તરી, તુષાર દફ્તરી, ભાવેશ ચાંદારણા, વીરેન્દ્ર પાટડીયા, રમણિકભાઈ ચંડીભમર, સમીર ગાંધી, આર. એસ. મેવાડાએ તથા ડો. પ્રેયસ પંડ્યા અને તેમના કર્મચારીઓએ મહેનત કરી હતી. ઉલ્લેખનીય છે કે આવતા ટુક સમયમા વાંકાનેરમા જન્મથી 1 વર્ષના બાળકોની કાનની તપાસ માટે કેમ્પ યોજાશે.

- text