શહેરી વિકાસ વિભાગે મોરબીને મહાપાલિકાનો દરજ્જો આપવાની ઘસીને ના પાડી દીધી!!

- text


સ્વચ્છતા અભિયાન સમિતિની રજૂઆતના જવાબમાં રાજ્યની નગરપાલિકાઓને છ ઝોનમાં વિભાજીત કરી મોરબીને મહાનગરપાલિકા બનાવવાની જરૂર રહેતી ન હોવાનું જણાવીને હાથ ઊંચા કરી દીધા છે.

મોરબી : મોરબીને મહાનગરપાલિકા બનાવવા માટેની શહેરીજનોની લાંબા સમયથી આશા પર હાલ પાણી ફરી વળ્યું છે. સ્વચ્છતા અભિયાન સમિતિએ મોરબીની મહાનગરપાલિકા બનાવવાની મુખ્યમંત્રીને રજુઆત કરી હતી. જેનાં જવાબમાં રાજ્યના શહેરી વિકાસ વિભાગે મોરબીની મહાનગરપાલિકાને દરરજો આપવાની ઘસીને ના પાડી દીધી છે. જેમાં મોરબી સહિતની રાજ્યની પાલિકાઓને છ ઝોનમાં વિભાજીત કરીને મોરબીને હવે મહાનગરપાલિકાનો દરરજો આપવાની જરૂર ન હોવાનું જણાવીને હાથ ઉંચા કરી દીધા છે.

- text

મોરબીને મહાનગરપાલિકા બનાવવાની માંગ હમણાંથી વધુ પ્રબળ બની હતી. જેમાં ઉધોગો,સંસ્થાઓ અને રાજકીય અગ્રણીઓ તથા જાગૃત નાગરિકોએ મોરબીની મહાનગરપાલિકા બનાવવાની ઉચ્ચકક્ષાએ રજુઆત કરી હતી. જો કે વસ્તી સહિતની દષ્ટિએ મોરબી મહાનગરપાલિકા બનાવવા તમામ રીતે સક્ષમ છે. હાલની નગરપાલિકામાં ઘણી ખામીઓ હોવાથી શહેરીજનોને વિવિધ સમસ્યાઓથી પારાવાર પીડા સહન કરવી પડે છે. જો મોરબીને મહાનગરપાલિકાને દરરજો મળે તો મોરબીનો વિકાસ તેજ ગતિએ વધી શકે એમ છે અને જિલ્લાનું વડું મથક અને ઉદ્યોગ નગરી મોરબીની ઘણો ફાયદો થાય તેમ છે. આ રીતેની મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિએ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને રજુઆત કરી હતી અને મોરબીનો વિકાસ વેગવંતો બનાવવા માટે મોરબીની મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની માંગ કરી હતી.

સ્વચ્છતા અભિયાન સમિતિએ મુખ્યમંત્રીને કરેલી રજુઆતનો પત્રરૂપે જવાબ આપતા રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે જણાવ્યું હતું કે, પ્રાદેશિક સ્તરે રાજ્યની નગરપાલિકાઓને ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર એમ છ ઝોનમાં વિભાજીત કરીને નવી પ્રાદેશિક કમિશનર કચેરીઓની રચના કરવામાં આવી છે. આ નવા માળખાથી નગરપાલિકાઓના પ્રશ્નના નિરાકરણ કરવા અને વહીવટી માળખું સુદ્રઢ કરવામાં સહાયતા મળશે. આથી, હાલ નગરપાલિકાઓને મહાનગરપાલિકા તબદીલ કરવા અંગે કોઇ કાર્યવાહી કરવાની રહેતી નથી. આમ, મોરબીવાસીઓની લાંબા સમયથી મોરબીની મહાનગરપાલિકા બનાવવાની રહી સહી આશા પર હાલ પાણીઢોળ થયો છે.

- text