ટંકારાના સાવડી ગામે વૃદ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો : સગીર સહિત બે શખ્સોએ મળીને કરી હતી હત્યા

- text


દારૂ પીધા બાદ ઝઘડો થતા એક શખ્સ અને સગીરે વૃદ્ધનું ગળું દબાવીને હત્યા કર્યાનો ઘટસ્ફોટ : એકની ધરપકડ

મોરબી : ટંકારાના સાવડી ગામે વૃદ્ધની થયેલી હત્યાનો ભેદ મોરબી એલસીબી, એસઓજી અને ટંકારા પોલીસે ઉકેલી નાખ્યો છે.પોલીસની તપાસમાં વૃદ્ધની હત્યામાં એક શખ્સ અને એક સગીરની સંડોવણી બહાર આવી છે.મૃતક અને આરોપી તથા સગીર વચ્ચે દારૂ પીધા બાદ ઝઘડો થતા બન્નેએ ઉશ્કેરાઈ જઈને વૃદ્ધનું ગળું દબાવીને હત્યા કરીને લૂંટ ચલાવી હોવાની આરોપીએ પોલીસ સમક્ષ કબૂલાત આપી છે.હાલ પોલીસે એક આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

ટંકાર તાલુકાના સાવડી ગામે રહેતા ઘેલાભાઈ વશરામભાઈ ચૌહાણ નામના વૃદ્ધની ગત તા.27નો રોજ સવારે સાવડી ગામે આવેલ તેમની વાડીએથી લાશ મળી આવી હતી.આ બનાવ શંકાસ્પદ લાગતા પોલીસે મૃતકની લાશનું ફોરેન્સિક પીએમ કરાવ્યું હતું.જેમાં વૃદ્ધનું કોઈએ ગળું દબાવીને હત્યા કર્યાનું ખુલ્યું હતું.બાદમાં મૃતકના પુત્ર નાગજીભાઈ ચૌહાણે તેના પિતાની કોઈ અજાણ્યા શખ્સોએ હત્યા કરીને સવા લાખ રૂપિયા અને મોબાઈલની લૂંટ ચલાવી હોવાની ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.બાદમાં જિલ્લા પોલીસ વડા કરનરાજ વધેલાની સૂચનાથી એલસીબી,એસઓજી અને ટંકારા પોલીસની ચારથી પાંચ ટિમો બનાવને વૃદ્ધની હત્યાના બનાવની સઘન તપાસ ચલાવી હતી અને આ પોલીસની ટીમોએ વૃદ્ધની હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

- text

આ બનાવ અંગે જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે,પોલીસની ટીમોએ સઘન તપાસ ચલાવીને સાવડી ગામે જુદાજુદા ખેતરોમાં મજૂરી કામ કરતા શખ્સો અને મૃતક સાથે પરિચય ધરાવતા શખ્સોની ઉલટ તપાસ કરી હતી.જેમાં વૃદ્ધની સાવડી ગામે વાડીમાં ખેતમજૂરી કરનાર મૂળ મધ્યપ્રદેશના વતની ભુદરભાઈ નારસિંગભાઈ તડવીએ હત્યા કરી હોવાનું ખુલ્યું હતું.તેમજ આ હત્યાના બનાવમાં એક સગીરની સંડોવણી ખુલી હતી.પોલીસે આરોપી ભુદર તડવીને ઉઠાવી પૂછપરછ કરતા તેણે કબૂલાત આપી હતી કે,મૃતક વૃદ્ધ મોટાભાગે વાડીએ જ રહેતા હતા અને બનાવની રાત્રે મૃતક અને આરોપી તથા સગીર સાથે દારૂ પીવા બેઠા હતા અને દારૂ પીધા બાદ કોઈ બાબતે ઝઘડો થતા ત્રણેય એકબીજા પર હાથપાઈ ઉપર ઉતરી આવ્યા હતા અને આરોપી ભુદર તડવી અને સગીરે સાથે મળી વૃદ્ધ ઘેલાભાઈનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી અને લૂંટની ફરિયાદ થઈ હતી તે રૂ.1 25 લાખ પણ જે તે વખતે બનાવ વાળી જગ્યાએથી પોલીસે રિકવર કર્યા હતા અને આરોપીએ મૃતકનો દાટી દીધેલો મોબાઈલ પણ પોલીસે કબ્જે કર્યો હતો.હાલ પોલીસે એક આરોપીની ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text