નશીલા પદાર્થના સેવનથી યુવાનના મોત બાદ ચાર શખ્સોએ તેની લાશ નદીમાં ફેંકી દીધી

- text


માળીયા નજીક મચ્છુ નદીમાંથી ચાર દિવસ પહેલા પંજાબના ટ્રક ડ્રાઇવરની લાશ મળી આવ્યાના બનાવમાં ચોંકાવનારો ખુલાસો : મૃતકની માતાની ફરિયાદના આધારે હોટલના સંચાલક સહિત ચાર શખ્સો સામે કલમ 304 હેઠળ ગુનો નોંધાયો

માળીયા : માળીયા નજીક મચ્છુ નદીમાંથી થોડા દિવસો પહેલા એક અજાણ્યા યુવાનની લાશ મળી આવ્યાના બનાવમાં તે પંજાબનો ટ્રક ડ્રાઇવર હોવાની ઓળખ મળ્યા બાદ આ ઘટનામાં નવો જ ચોંકાવનારો ખુલાસો થયો છે.જેમાં માળીયા નજીક પંજાબના આ ટ્રક ડ્રાઇવરને વધુ પડતા નશીલા પદાર્થનું સેવન કરવાતા તેનું મોત નિપજ્યા બાદ હોટલના સંચાલક સહિત ચાર શખ્સોએ આ બનાવનો ઢાંકપીછોડો કરવા તેની લાશને મચ્છુ નદીમાં ફેંકી દીધી હતી.આ બનાવમાં મૃતકની માતાની ફરિયાદ પરથી ચાર શખ્સો સામે કલમ 304 હેઠળ ગુનો નોંધાયો છે.

આ બનાવની માળીયા પોલીસ મથકેમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ માળીયા નજીક વહેતી મચ્છુ નદીમાંથી ચાર દિવસ પહેલા પોટલાંમાં બાંધેલી હાલતમાં એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી.જોકે લાશમાં પેટના ભાગની ગંભીર હાલત હોવાથી પોલીસને આ બનાવ હત્યાનો હોવાની શંકા જાગી હતી આથી બનાવનું સાચું કારણ જાણવા માટે ડેડબોડીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડાઇ હતી.પણ પીએમ રિપોર્ટમાં આ બનાવનું ચોક્કસ કારણ જાણવા મળ્યું ન હતું.પણ મૃતકના પેટના ભાગે ગંભીર હાલત જોવા મળી હોવાથી માળીયા પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી.દરમિયાન મૃતક શીખ અને પંજાબનો વતની હોવાની પ્રાથમિક તપાસમાં ખુલતાં આ દિશામાં તપાસ ચલાવતા મૃતક પંજાબનો ટ્રક ડ્રાઇવર દેવેન્દ્રસિંગ અવતારસિંગ શીખ ઉ.વ.31 હોવાની ઓળખ મળી હતી.આ બનાવમાં મૃતકે વધુ પડતું નશીલા પદાર્થનું સેવન કરતા તેનું મોત થયા બાદ આ બનાવ પર ઢાંકપિછોડો કરવા હોટલના સંચાલક સહિત ચાર શખ્સોએ તેની લાશને મચ્છુ નદીમાં ફેંકી દીધી હોવાનું બહાર આવ્યું છે.

- text

મૃતકના માતા પ્રકાશકૌર અવતારસિંગ અરજનસિંગ નાઇશીખ રહે પંજાબવાળીએ લખબીરસિંગ જશવંત સિંગ જાટ, પરબજીત ઉર્ફે પ્રભાસિંગ તારાસિંગ જાટ,, બુટાસિંગ તથા એક અજાણયો માણસ સામે માળીયા પોલીસે મથકે ફરિયાદ નોંધાવી હતી કે,ગત તા.૧૨ના રોજ બપોરના આશરે બે થી અઢી વાગ્યાની આસપાસ
સૂરજબારી ટોલટેક્ષ પાસે ‘‘ લખા હોટલ ’’ની પાછળ સૂરજબારી ગામની સીમ પાસે બનેલા આ બનાવમાં ફરીયાદીના દિકરા દેવીન્દ્રસિંગ અવતારસિંગ અરજનસિંગ નાઇશીખ જાતેને આ આરોપી હોટેલના સંચાલક લખબિરસિંગે પોતાની લખા હોટલની પાછળના ભાગે વધુ પડતો નશીલા પદાર્થનો ડોઝ આપી જે વધુ પડતો નશાનો ડોઝ મરણજનારથી સહન નહી થતા દેવીન્દ્રસિંગ મોત થયું હતું.આથી આ બનાવ પર ઢાંકપીછોડો કરવા ચારેય આરોપીઓ મળીને મરણજનારની લાશને બ્લેકેટમાં બાંધી અલ્ટો કારમાં લઇ જઇ માળીયા મિ. મચ્છુ નદીના પાણીમાં ફેકી દઇ પુરાવાનો નાશ કર્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યુ હતુ.પોલીસે ચાર શખ્સો સામે 304 કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

- text